Saturday, July 18, 2015

ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.


ગાયત્રી એક એવી દૈવી શક્તિ છે જેની સાથે સંબંધ સ્થાપીને મનુષ્ય પોતાના જીવન વિકાસમાં ખૂબ મદદ મેળવી શકે છે. પરમાત્માની અનેક શક્તિઓ છે. બધી શક્તિઓનાં કાર્યો અને ગુણો જુદા જુદા છે, તમામ શક્તિઓમાં ગાયત્રીનું સ્થાન ખૂબ ઊંચું છે. ગાયત્રી શક્તિ મનુષ્યમાં સદ્બુદ્ધિ પ્રેરે છે. ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.
બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરતાં પહેલાં ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી. ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરો એવું બીજ છે જે પ્રસ્ફુરિત થઈને વેદોના મહા વિસ્તારના રૃપમાં પ્રગટ થયું છે.
ગાયત્રી મંત્ર સર્વોપરી મંત્ર છે. એનાથી કોઈ મોટો મંત્ર નથી. જે કામ દુનિયાના બીજા કોઈ મંત્રથી થતું નથી તે નિશ્ચિત રૃપે ગાયત્રી મંત્રથી થઈ શકે છે. ગાયત્રી પ્રચંડ શક્તિ છે, તે જે કોઈ કામમાં વપરાય ત્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્રના અર્થ પર મનન અને ચિંતન કરવાથી અંતઃકરણમાં એવાં તત્ત્વોની વૃદ્ધિ થાય છે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. ભાવો બહુ શક્તિદાયક, ઉત્સાહપ્રદ, સતગુણી અને આત્મબળ વધારનારા છે.
વેદમાતા ગાયત્રીના મહિનાનું વર્ણન વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે બધા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિ કરતા કહેવામાં આવ્યું છેઃ
સ્તુતા નયા વરદા વેદમાતા પ્રચોદયન્તા પાવમાની દ્વિજાનામ
આયુઃ પ્રાણં પ્રજાં પશું ર્કીિત દ્રવિણં બ્રહ્મ વર્ચસમ્ ાા અથર્વવેદ - ૧૯-૧૭-૧૦
(મારા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી, દ્વિજોને પવિત્ર કરનાર વેદમાતા તેમને આયુષ્ય, પ્રાણશક્તિ, પશુ, ર્કીિત, ધન તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરે છે)
ગાયત્રી શક્તિના મોટા લાભોના મૂળમાં એવા કયા કારણો હશે જેથી આપણને આટલી બધી નવાઈ લાગે છે. બાબતનું સંપૂર્ણ જ્ઞાાન પ્રાપ્ત કરવું તો મનુષ્ય માટે ઘણું મુશ્કેલ છે પરંતુ ગાયત્રીની પાછળ અનેક મનસ્વી સાધકોનું ઝગમગતું સાધનાબળ કામ કરી રહ્યું છે. સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માથી માંડીને આધુનિક સમય સુધી સર્વ ઋષિ-મુનિઓએ, સાધુ-મહાત્માઓએ તેમજ શ્રેય માર્ગના પથિકોએ ગાયત્રી મંત્રનો આશ્રય લીધો છે. બધા ઋષિ-મુનિઓએ જેટલા સાધના,જપ,અનુષ્ઠાન વગેરે ગાયત્રી મંત્રના કર્યા છે તેટલા અન્ય કોઈ મંત્રાદિના કર્યા નથી. તેમણે પોતાની અત્યંત ઉચ્ચ ભાવનાઓને અધિકાધિક એકાગ્રતા અને તન્મયતાપૂર્વક ગાયત્રી મંત્રમાં લગાડી છે.
શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રનો મહિમા વર્ણવતા પ્રમાણ આપવામાં આવેલ છે. ગંગા, ગીતા, ગાય અને ગાયત્રી આર્યધર્મના આધારસ્તંભ છે. ભારતીય ધર્મનો દરેક અનુયાયી ચારેયને માતા જેટલું માન આપે છે. આર્યધર્મના બધા અનુયાયીઓ એક માતાના સંતાન હોય તે રીતે પરસ્પર એકતાનો અનુભવ કરે છે.
ગાયત્રીને આધ્યાત્મિક ત્રિવેણી કહેવામાં આવે છે. ગંગા અને યમુનાના સંગમથી એક અદૃશ્ય, સૂક્ષ્મ અને અલૌકિક દિવ્ય નદીનો આવિર્ભાવ થાય છે. જેને આપણે સરસ્વતી કહીએ છીએ. ગંગા, યમુના અને સરસ્વી ત્રણેય નદીઓના પવિત્ર સંગમને આપણે ત્રિવેણી કહીએ છીએ. ત્રિવેણી હોવાને કારણે પ્રયાગને તીર્થરાજ કહે છે. સર્વ તીર્થોનો રાજા ગણાય છે. રીતે આધ્યાત્મિક જગતની ત્રિવેણી તે ગાયત્રી છે. ત્રયી શક્તિમાં અનેક ત્રિકમો ગૂંથાયેલ છે. () સત્, ચિત્ત, આનંદ () સત્ય, શિવ, સુંદર () સત, રજ, તમ્ () ઈશ્વર, જીવ, પ્રકૃતિ () ત્રડક, યજુ, સામ () બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય () ગુણ, કર્મ, સ્વભાવ () શૈશવ, યૌવન, વૃદ્ધાવસ્થા () બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (૧૦) ઉત્પત્તિ, વૃદ્ધિ, લય (૧૧) ઠંડી,ગરમી, વર્ષા (૧૨) ધર્મ, અર્થ, કામ (૧૩) આકાશ, પાતાળ, પૃથ્વી (૧૪) દેવ, મનુષ્ય, અસુર વગેરે અસંખ્ય ત્રિકમો ગાયત્રી છંદના ગર્ભમાં સંપુટિત કરેલા છે. ભૌતિક જગતની ત્રિવેણીમાં સ્નાન કર્યાથી મળતા પુણ્યની જેમ આધ્યાત્મિક પુણ્યલાભ મળે છે. ત્રણ અક્ષરોમાં અનેક પ્રકારોની ત્રણ - ત્રણ સમસ્યાઓ મનુષ્ય સમક્ષ મૂકવામાં આવી છે. તેમાં યોગ્ય રીતે ઊંડા ઉતરીને જીવનમુક્તિનું શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે.  ગાયત્રીના ત્રિવેણી પ્રવાહમાં ડૂબકી મારીને સ્નાન કરવાથી ભય દૂર થઈ જાય છે. શાંતિદાયક શીતળતા મળે છે. ગાયત્રીમાં છુપાયેલી સમસ્યાઓનું ચિંતન, મનન અને અવગાહન કરવાથી એવા તત્ત્વદર્શનની પ્રાપ્તિ થાય છે જે મનુષ્યને સદ્માર્ગે વાળે છે અને શાશ્વત સુખના દ્વાર સુધી પહોંચાડવામાં મદદરૃપ થાય છે.
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દુૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.
રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂિત, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.
ગાયત્રી મંત્રનું અર્થચિંતન
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ઓમ     :           બ્રહ્મ
ભૂઃ        :           પ્રાણસ્વરૃપ
ભુવઃ      :           દુઃખનાશક
સ્વઃ       :           સુખસ્વરૃપ
તત્        :          
સવિતુઃ   :           તેજસ્વી, પ્રકાશવાન
વરેણ્યઃ   :           શ્રેષ્ઠ
ભર્ગો      :           પાપનાશક
દેવસ્ય    :           દિવ્યતાને આપનાર
ધીમહી   :           ધારણ કરીએ છીએ
ધિયો      :           બુદ્ધિ
યો         :           જે
નઃ         :           અમારી
પ્રચોદયત્િ         :           પ્રેરિત કરો

No comments:

Post a Comment