જો કુંડળીમાં ગુરૂ ગ્રહ (બૃહસ્પતિ) સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે વિશેષ પૂજન કરવામાં આવે છે.
બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ
વૈવાહિક જીવન અને ભાગ્યનો કારક ગ્રહ છે. અહી જાણો બૃહસ્પતિ ગ્રહની પૂજાના 5
ઉપાય. જેમાથી આ ગ્રહના દોષોને દૂર કરી શકાય છે..
1. ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત
રાખો. જેમા પીળા વસ્ત્ર પહેરો અને મીઠા વગરનું ભોજન કરો. ભોજનમાં પીળા
રંગના ખાદ્ય પદાર્થ જેવા કે બેસનના લાડુ, પાકી કેરી, કેળા વગેરેનો સમાવેશ
કરી શકાય છે..
2. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટોને પીળા
વસ્ત્ર પર વિરાજીત કરો. ત્યારબાદ પંચોપચારથી પૂજા કરો. પૂજામાં કેસરિયા,
ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીલા પકવાન કે ફળ અર્પણ કરો.
આરતી કરો.
3. ગુરૂ મંત્રનો જાપ કરો - મંત્ર ૐ બૃં બૃહસ્પતે નમ: મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.
4. ગુરૂ સાથે જોડાયેલ પીળી વસ્તુઓનુ દાન કરો. પીળી વસ્તુ જેવી કે સોનુ, હળદર, ચણાની દાળ, કેરી વગેરે.
5. શિવજીને બેસનના લાડુનો ભોગ લગાવો.