Tuesday, July 19, 2022

આ મંત્ર જપશો તો ઈટરવ્યુમાં જરૂર સફળતા મળશે

office


ઈંટરવ્યુનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોને પરસેવો છૂટી જાય છે. દરેક સમયે એ જ વાત મગજમાં ફરે છે કે ઈંટરવ્યુમાં કયો પ્રશ્ન પૂછશે. તેમને જવાબ આપી શકીશ કે નહી. આ રીતે ઈંટરવ્યુ પહેલા જ અનેક લોકો નર્વસ થઈ જાય છે. જો તમે પણ ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો નીચે લખેલા ઉપાય કરો. આ ઉપાયથી ઈંટરવ્યુમાં સફળતા મળવાના ચાંસ વધી જાય છે. 
 
 
મંત્ર 
 
ऊँ ह्रीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा।
 
ઉપાય - શુભ દિવસ જોઈને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સફેદ રંગનુ સૂતી આસન પાથરી પૂર્વ દિશા તરફ મોઢુ કરીને તેના પર બેસી જાવ. હવે તમારી સામે પીળુ કપડું પાથરીને તેના પર 108 દાણાવાળી સ્ફટિકની માળા મુકી દો અને તેના પર કેસર અને અત્તર છાંટી તેની પૂજા કરો. 
 
ત્યારબાદ ધૂપ, દીપ અને અગરબત્તી બતાવીને નીચે લખેલ મંત્રનો 31 વાર ઉચ્ચારણ કરો. આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી તે મળા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ કોઈ ઈંટરવ્યુમાં જાવ તો આ માળાને પહેરીને જાવ. આવુ કરવાથી જલ્દી ઈંટરવ્યુમાં સફળતા મળશે. 
 

Sunday, July 17, 2022

દીપક પ્રગટાવવાથી લક્ષ્મી, સૌભાગ્ય અને સફળતા મળે છે


diya
 
ધાર્મિક સમાગમ હોય કે કોઈ શુભ કામ તેની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે.  સવારે અને સાંજના સમયે કરવામાં આવતી આરતી અને પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે. શાસ્ત્રો મુજબ ભગવાનની પૂજામાં સૌથી વધુ મહત્વપુર્ણ નિયમ છે દીવો પ્રગટાવવો. દીવા સિવાય કોઈપણ પ્રકારની પૂજા કર્મ અધૂરા જ માનવામાં આવે છે.  સાંજ થતા પહેલા દીવો પ્રગટાવી લેવાથી ઘર-પરિવાર પર પર લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
દીવો પ્રગટાવવાથી અંધારામાં પ્રકાશ પથરાય જાય છે. પ્રકાશ જ્ઞાનનો ઘોતક છે અને અંધારુ અજ્ઞાનનું, જ્ઞાન એ આંતરિક અજવાળુ છે જેનાથી બહારના અંધારા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેથી દીવો પ્રજવલ્લિત કરી આપણે જ્ઞાનના એ સાગર સામે નતમસ્તક થઈએ છીએ. 
 
દીવાનુ મહત્વ છે કે દીવાની અંદર જે ઘી કે તેલ હોય છે તે આપણી વાસનાઓ, આપણા અહંકારનું પ્રતીક છે અને દીવાની વાટ દ્વારા આપણે આપણી વાસનાઓ અને અહંકારને સળગાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ છીએ. બીજી મહત્વપુર્ણ વાત એ છે કે દીવાની વાટ કાયમ ઉપરની તરફ ઉઠે છે જે દર્શાવે છે કે આપણે જીવનને જ્ઞાન દ્વારા ઉચ્ચ આદર્શો તરફ વધારવા જોઈએ. 
 
કોઈપણ મંગલ કાર્ય શરૂ કરતા પહેલા દીવાને પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી જલ્દી જ સૌભાગ્ય અને સફળતાઓ મળે છે. 
 
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા


 
 
આજે રવિવાર છે અને આજના દિવસ સૂર્યદેવની પૂજા કરી જાય છે. સૂર્યદેવની પૂજા કરવા ખૂબ ફલદાયી હોય છે. સૂર્ય્દેવને હિન્દૂ ધર્મના પંચદેવોમાંથી પ્રમુખ દેવતા ગણાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી જ્ઞાન , સુખ, સ્વાસ્થય , પદ સફળતા , પ્રસિદ્ધિ વગેરે મળે છે. તો આજના દિવસે સૂર્ય્દેવને ખુશ કરવા માટે આ ઉપાય કરો.
 
સવારે નહાવીને સફેદ વસ્ત્ર પહેરો અને સૂર્યદેવને નમસ્કાર કરો. 
 
નવગ્રહ મંદિઅરમાં જઈને સૂર્યદેવને લાલ ચંદનના લેપ , કુમકુમ ચમેલી અને કનેરના ફૂલ અર્પિત કરો. 
 
દીપ પ્રગટાવી , મનમાં સફળતા અને યશની કામના કરો અને અ સૂર્ય મંત્રના જાપ કરો. 
 
વિષ્ણવે બ્રહ્મણે નિત્યં ત્રયમ્કાય તથાત્મને 
મંસ્તે સપ્ત્લોકેશ નમ્સ્તે સપ્ત્સપ્ત્યે
હિતાય સર્વભૂતાના શિવાયાર્તિહરાય ચ 
નમ: પદ્મપ્રબોધાય નમો વેદાદિમૂર્તયે

Saturday, July 16, 2022

તમારી હથેળીનો રંગ અને તમારુ ભવિષ્ય



jyotish 2014
હસ્તરેખા વિજ્ઞાનમાં જ્યા રેખાઓ અને ચિન્હો સાથે હાથ અને નખના પ્રકાર મહત્વપુર્ણ હોય છે. બીજી બાજુ હથેળીઓનો રંગોની પણ ભવિષ્ય કથનમાં મોટી ભૂમિકા હોય છે. 
 
ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન છે.. 
 
'धनी पाणितले रक्ते नीले मद्यं पिवेन्नरः।
आग्रायागमनः पीते कहमले धनवर्जितः।'
 
અર્થાત.. સમૃદ્ધ અને ધની વ્યક્તિની હથેળીનો રંગ રક્ત વર્ણ મતલબ લાલ હોય છે. ભૂરા રંગની હથેળીવાળા મધ્ય પ્રેમી મતલબ દારૂડિયા હોય છે. કહમલે યાની મટમેલા રંગની હથેળીવાળા લોકો સામાન્ય રીતે ધનહીન હોય છે. 
 
હસ્ત સંજીવન નામના ગ્રંથમાં પણ લાલ રંગની હથેળીનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. 
 
'करतलैर्देव शार्दूल लक्ष्माभैरीश्वराः स्मृताः।
अगम्यागामीनः पीतैरक्षैनिर्धनता स्मृताः।
अपेयपानं कुर्वन्ति नील कृष्णैस्तभैव च।'
 
અર્થાત હથેળીનો રંગ લાલ હોવો વ્યક્તિના એશ્વર્યશાળી હોવાનુ પ્રતીક છે. ચમકીલુ અને ચિકણો હાથ શ્રીમંત હોવાનો સંકેત છે. 
આભાહીન અને શુષ્ક હાથ દરિદ્રતાનુ કારક છે. ભૂરો અને કાળો હાથ દારૂડિયા અને પીત હસ્ત વ્યભિચારી હોવાના લક્ષણ છે. 
 
હાથનો રંગ અને તેના પ્રકાર 
 
લાલ રંગ - આ રંગની હથેળીવાળા લોકો જીવનમાં સમસ્ય એશ્વર્યને ભોગે છે. તેના નાના પ્રકારના સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ લોકો પ્રચુર ધનના સ્વામી હોય છે. સ્વભાવથી આ ભાવુક અને ક્રોધી હોય છે. આ લોકો વૈચારિક રૂપે અસ્થિર હોય છે. 
 
ઘટ્ટ ગુલાબી - આ પ્રકારના હાથવાળા સામાન્ય રીતે શ્રીમંત હોય છે. આ લોકો ક્રોધી અને તુનક મિજાજના પણ હોય છે. તેમની બુદ્ધિ સ્થિર નથી હોતી.  તે જલ્દી પસન્ના થઈ જાય છે અને જલ્દી નારાજ પણ થઈ જાય છે.  તેમના વિચાર, દ્રષ્ટિકોણ, પસંદ-નાપસંદ બધુ જ પરિવર્તનશીલ હોય છે. તેમને મધ્ય આયુ સુધી હાઈબીપી ની સમસ્યા ઘેરી લે છે. 
 
હળવો ગુલાબી - આ લોકો ઉત્તમ માનવીય ગુણોથી સંપન્ન, શ્રીમંત અને એશ્વર્યશાળી હોય છે. તેમની અંદર ગજબનો ઉત્સાહ જોવા મળે છે. ધૈર્ય તેમની અંદર ઠૂસી ઠૂસીને ભરેલુ હોય છે.  દયા, ક્ષમા અને પ્રેમ તેમના સ્વભાવનો મૂળ આધાર છે. આ લોકો આશાવાદી અને પ્રસન્નચિત્ત હોય છે. આ લોકો કલા અને પ્રકૃતિના પ્રેમી હોય છે. 
 
પીળો -  આ લોકો દ્રઢ વિચારોવાળા નથી હોતા. માનસિક રૂપે પરેશાન અને નિરાશાવાદી હોય છે સ્વભાવમાં મધુરતાની કમી હોય છે. તેમના પગના રોગોથી કષ્ટ પ્રાપ્ત થાય છે. આળસને કારણે પ્રગતિ નથી કરી શકતા. તેમના જીવનમાં સંઘર્ષ હોય છે.  
 
બૈગની કે પીળો - ભૂરા રંગની હથેળીવાળા નિરાશાવાદી હોય છે. તેમના જીવનમાં સંધર્ષ વધુ હોય છે. આ લોકો એકાંતવાળા હોય છે. તેમને રક્ત વિકારથી કષ્ટ થાય છે. મદ્યપાન સહિત અન્ય વ્યસનોની ટેવને કારણે કાર્યક્ષમતા અને પ્રતિભા નષ્ટ થવા માંડે છે. આ લોકો સમાજ પ્રત્યે પોતાની જવાબદારીથી દૂર રહે છે. સ્વભાવથી આ લોકો સૂકા અને ચિડાયેલા હોય છે. 
 
 
માટીના રંગ જેવો - કાળા ભૂરા કે માટીના રંગની હથેળીવાળા લોકો કર્મઠ નથી હોતા. આ લોકો ખૂબ જ રહસ્યવાદી હોય છે. વાતચીતમાં અસત્ય તથ્યોની મદદ લે છે. પુરૂષાર્થની કમી હોય છે. તેમનુ વ્યક્તિત્વ નિસ્તેજ હોય છે. આ લોકો સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.   તેમના ચેહરા પર ઉદાસીનો અભાવ હોય છે. ધનની કમી કાયમ રહે છે. તેમને રક્ત અને કફ સંબંધી સમસ્યાઓ પ્રાપ્ત થાય છે. 
 
નિસ્તેજ સફેદ - સફેદ હથેળીના લોકો ઉત્સાહહીન અને એકાંતપ્રિય હોય છે. માનસિક શક્તિની કમી હોય છે. આ લોકો અધિક કર્મટ હ નથી હોતા. 
 
ચમકદાર સફેદ - ચમત્કારી શ્વેત હથેળીવાળા લોકો અલૌકિક શક્તિઓના સ્વામી હોય છે. તેમને પરાશક્તિનુ જ્ઞાન હોય છે. વિચારોથી તેઓ ખૂબ જ સંતુલિત હોય છે. તેમની વિચારધારા આધ્યાત્મિક હોય છે. આ લોકો શાંતિના દૂત હોય છે. આ લોકો સ્વસ્થ રહે છે. 
 
હથેળીના રંગોનુ પરીક્ષણ કરતા પહેલા હાથનો સ્પર્શ ન કરવો જોઈએ નહી તો હાથના ઘર્ષણથી, સ્પર્શથી, વ્યાયામથી મુશ્કેલ શ્રમથી હથેળીનો રંગ ક્ષણિક રૂપે બદલાય જાય છે. તેનાથી ભવિષ્ય કથનમાં વ્યવધાન ઉત્પન્ન થાય છે કે ભવિષ્યકથન પ્રભાવિત થઈ શકે છે. તેથી જ્યારે વ્યક્તિ સ્વસ્થ હોય છે. આરામથી બેસ્યો હોય તણાવમાં ન હોય ત્યારે રંગોનુ પરિક્ષણ સત્ય ભવિષ્યનો સંકેત આપી શકશે.

BREAKING:ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કાંઠે (Gujarat Sea) 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

 ગુજરાત (Gujarat Rainfall) માટે આગામી 24 કલાક ભારે કહેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કાંઠે (Gujarat Sea) 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.



દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉછળી શકે છે ઉંચા મોજા. હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે. તંત્ર દ્વારા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બની, તોફાની નદીઓના પાણી લોકોના ઘરમાં પહોંચ્યા અને તારાજી સર્જી, હજું નદીઓના પાણીનો કહેર ઓછો નથી થયો ત્યાંજ હવે દરિયો ગાંડો બન્યો છે. દરિયો ડરાવી રહ્યો છે. સાચવજો, ગુજરાત માટે હજું 24 કલાક ભારે છે.

ગુજરાત પણ જાણે કુદરત કોપાઈમાન થયા હોય તેમ, જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતનો દરિયો આગામી ત્રણ દિવસ ભારે તોફાન કરી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. ત્યારે કહી શકાય કે, ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે. એટલે સાચવજો ગુજરાતવાસીઓ, આગામી 24 કલાક અત્યંત ભારે છે.

ગુજરાતમાં આકાશી તાંડવ બાદ દરિયો કરી શકે છે જોરદાર તોફાન, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠ કરંટ તો જોવા મળી જ છે પણ હવે દરિયાનું પાણી આપના ગામમાં પણ ઘુસી શકે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નદીઓ ગાંડીતૂર અને આકાશમાંથી આફત વરસતા જળતાંડવ તો યથાવત છે. ત્યારે આ સંકટ ગુજરાતને ચિંતામાં મુકી રહ્યું છે. જેના પરિણામે હાલ રાજ્યના દરેક બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 3 લગાવી દેવાયું છે. તો બીજી તરફ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

વલસાડના દરિયાએ તો અત્યારથી જ તોફાન કરવાનું શરૂ કરી દીધું છે. વલસાડના દરિયાના પાણી દરિયાકાંઠે વસેલા દાતી ગામમાં ઘુસવાના શરૂ થઈ ગયા છે. જેના કારણે આ ગામના 6 હજાર લોકો પર સંકટ ઘેરાયું છે. તો પોરબંદરના બંદર પણ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં જોરદાર કરંટ જોતા હાલ ત્યાં લોકોને ન જવા તંત્રએ સૂચના આપી છે.

દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભયાનક સ્થિતિ છે. ત્યારે નવસારીના દાંડી બીચ પર દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળ્યો છે. જેના કારણે અહીં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સૂચના મુજબ અહીં પણ તંત્ર દ્વારા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું

અરબ સાગરમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા ઉંચા મોજાં ઉછળવાની શરૂઆત પણ થઈ છે. વલસાડના તિથલના દરિયાકિનારે જોરદાર ઉંચા મોજાં ઉછળ્યાં છે. હવામાન વિભાગે કેટલીગ જગ્યાએ ખૂબ ઉંચા મોજાં ઉછળવાની પણ સંભાવના દર્શાવી છે. આ તરફ નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.

Friday, July 15, 2022

વડોદરામાં સાડીના શો રૂમના માલિકને ૧૧કરોડ ની ખંડણી ઉઘરાવવા ધમકી મળી.

 વડોદરામાં આવેલી જાણીતા ઠાકુર સાડી શો રૂમના માલિકને નામચીન ગુનેગાર અનિલ ઉર્ફે એન્થોનીના નામે રૂપિયા ૧૧ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી મળી હતી. એન્થોનીના નામે ધમકી આપનાર વડોદરાના વારસીયા વિસ્તારનો નામચીન રવિ દેવજાની ઝપટમાં આવી ગયો હતો.



વડોદરામાં જુદાજુદા વિસ્તારોમાં પ્રખ્યાત એવી ઠાકુર સાડીના સ્ટોર્સ ધરાવતા મનોજભાઇ ગોવિંદભાઇ સાધનાનીને ૧૧ જુલાઇના રોજ રાત્રે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો કે, તુ મીક્કી છે ને?

મને ૧૧ કરોડ રૂપિયા જોઇએ અને તું ૧૧ કરોડ નહીં આપે તો તારી છાતી ઉપર બંદુકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ અને તારા ફેમિલીમાંથી પણ કોઇને જીવતો બચવા નહીં દઉ. હું અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. થોડીવાર બાદ એ જ મોબાઇલ પરથી ફરી વેપારી મનોજભાઇને વીડિયો કોલ આવ્યો હતો. જેમાં ધમકી આપનારે સિલ્વર અને બ્લેક કલરની બે બંદુકો બતાવી ૧૧ કરોડ રૂપિયા નહીં આપે તો આ બંદુકોથી જાનથી મારી નાખીશ.




તારી છોકરી કઇ સ્કૂલમાં ભણવા જાય છે તે મને ખબર છે તેને ઉઠાવી લઇશ અને તારા પરિવારમાં બધાને પુરા કરી દઇશ.વિડિયો કોલ દરમિયાન ધમકી આપનારને ચહેરો દેખાઇ ગયો હતો અને મનોજભાઇ તેને ઓળખી ગયા હતા. કારમાં બેસી ધમકી આપનાર આ શખ્સ રવિ બિમનદાસ દેવજાની (રહે. દાજીનગર, વારસિયા રીંગ રોડ, વડોદરા) હતો. મનોજભાઇએ તેને વારસિયામાં આવેલ સમાજના મંદિરમાં તેને જોયો હતો. જ્યાર બાદ ફરી એક વખત રવિ દેવજાનીએ એ જ નંબરથી ઓડિયો કોલ કરી ૧૧ કરોડની ખંડણી માંગી હતી.નામચીન રવિ દેવજાની પણ સતત લોકેશન બદલતો હતો. આખરે તે વડોદરા આવી રહ્યો હોવાની જાણ થતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

શિવ પુરાણ - શિવ મહિમા

શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.   શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.   આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે! 

 
 
  શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી.   શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.   શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ 
 
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. 
 
શ્રી શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ શ્રી વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્‍યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવાકે,
 
* સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
*  ભક્તિ કેવી રીતે મળે ? 
* શું કરવાથી વિવેક વધે ? 
*  જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ? 
*  પરમાત્‍મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ? 
* પરમાત્‍મા કોણ છે ? પરમાત્‍માને કેવી રીતે મેળવી શકાય ? 
 
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.