Thursday, July 28, 2022

શ્રાણમાસમાં બિલ્વ પત્ર અર્પણ કરો છો , પણ શું તમને બિલ્વ વૃક્ષ વિશે આ જાણકારી છે.

 




૧ ) બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ છે ૨) બિલી ની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે ૩)બિલી નો  કાંટો વાગવા થી મુત્યુ ની પીડા હરાય છે ૪)બિલી ની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે ૫) નાના મોટા જીવ જંતુ જાણે અજાણે મારિયા હોય તો બિલી ની પ્રદક્ષિણા થી જ એ પાપ ધોવાય છે ૬) બિલી ના ઝાડ નીચે શિવપુરાણ વચવાથી અક્ષય પુણ્ય મળે છે ૭)બિલી ના ઝાડ ને પાણી  પીવડાવવા થી શિવ જી ના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે ૮)બિલી ના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન  મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાન , મુડતત્વ ની પાપ્તી થાય છે ૯) આ મુત્યુ લોક માં જેના ઘરે બિલી છે એને જ પવિત્ર માનવામાં આવી યા છે તેના ઘરે અડસઠ તીર્થો

બિરાજમાન છે ૧૦) બિલી ના ઝાડ નીચે પ્રાથીવ શિવલિંગ/માટી નું શિવલિંગ બનવાનો ખુબ મહિમા છે ૧૧)બિલી ના ઝાડ ની નીચે જે ઓમ નમઃ શિવાય મહા મંત્ર ની માળા કરે છે તો જેટલા બિલી ના પાન છે તેટલા પાન મહાદેવ ને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે ૧૨)કોઈ પણ માળા ને સિદ્ધ કરવી હોય તો બિલી ના ઝાડ નીચે  જાપ કરવો જ જોઈએ  શિવાલય માં જાપ થતાં હોય તો પણ ૩ વાર તો બિલી ના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ ૧૩) બિલી નું જંગલ જે લોકો બનાવે છે ભવો ભવ શ્રી લક્ષ્મી ની પ્રાપ્તી થાય છે ૧૪) બિલી ના ઝાડ ને સ્પર્શ કરવા માત્ર થી અઘોર પાપો માંથી મુક્તિ મળે છે ૧૫)બિલી ના ઝાડ ના પાન એ જ તોડી શકે છે જેને વાવિયું છે જેને ઉછેરિયું હોય એને પણ તોડવાનો અધિકાર નથી ( શિવ રહસ્ય) જે વાવે એ જ તોડે ૧૬) જે દિવસે જીવ જંતુ ને મારિયા હોય એ દિવસે બિલી ની ૧૦૮ પ્રદક્ષિણા થી એ પાપ થી મુક્ત થઈ શકાય છે ૧૭) બિલી નું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દરશન કરવાથી એ દિવસે ના પાપ ધોવાઇ જાય છે ૧૮) જેને  આ ધરતી પર બિલી વાવી યા છે તેમને મહાદેવ ની દુનિયા માં વિશ્વ કલ્યાણ નું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવ નો સંકલ્પ છે જે થી એ જીવ ને શિવ પદ ની પ્રાપ્તિ થાય છે  ૧૯) બિલી ના ઝાડ નીચે શિવ ભક્ત ને જમાડવા થી  દ્રારિદ્ર નો નાશ થાય છે ૨૦) બિલી ના ઝાડ નીચે સૂવાથી કાલ રાત્રિ સુધરે છે ૨૧)બિલી ના ઝાડ નીચે ભોજન કરવાથી કાતો કરાવાથી ૬૮ તીર્થ માં ભોજન કરવાનું પુણ્ય મળે છે ૨૨) જે લોકો જ્યોતિર્લિંગ ની યાત્રા કરવામાં ( વૃદ્ધ  લોકો )અસફળ હોય તે જીવ એ બિલી નો આશ્રય લેવો જોઈએ અને જે ઘર ની બિલી ની છાયા નીચે હોય તે ઘર ઘર નથી તીર્થ છે જીવ નું  ખાવું પીવું સૂવું (જે ના ઘરે બિલી હોય )બિલી નીચે રાખવા માત્ર થી તીર્થો નું પુણ્ય મળે છે ૨૩) દેવતાઓ પણ બિલી ના ઝાડ ની સ્તુતિ કરે છે ૨૪) બિલી ના ઝાડ ના ક્યારા ને પાણી થી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ  મહાદેવ રાજી થાય છે ૨૫)બિલી ના ઝાડ નીચે થી શબ યાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે ૨૬) માત્ર ૧ જ બિલી વાવવાથી ૧ કરોડ શિવ મંદિર નિર્માણ નું પુણ્ય મળે છે ૨૭) શિવમંદિર માં પખાલ થઈ ગઈ હોય તો બિલી ના ઝાડ ને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવ ને ચડાયા બરાબર છે  ૨૮) બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલી માં બિરાજમાન છે ૨૯)બિલી ના વૃક્ષ ને શ્રી વૃક્ષ કેહવાય છે ૩૦) જો (શક્ય હોય તો )જીવન માં ૧ વાર બિલી ના જંગલ માં ઝુપડું બનાઈને(  ૩,૫ ,૧૧ રાત્રિ )રેહવું જેથી ભવે ભવઃ ના તમામ અઘોર પાપો માંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે .

જાણો ભગવાન શિવ પંચમુખી કેમ કહેવાયા



 
શિવને પંચમુખી. દશભૂજા યુક્ત માનવામાં આવે છે. શિવના પશ્ચિમ મુખનુ પૂજન પૃથ્વી તત્વના રૂપમાં કરવામાં આવે છે. તેમના ઉત્તર મુખનુ પૂજન જળ તત્વના રૂપમાં. દક્ષિણ મુખનુ તેજસ તત્વના રૂપમાં અને પૂર્વ મુખનુ વાયુ તત્વના રૂપમાં કરવામાં આવે છે. ભગવાન શિવના ઉધ્વમુખનુ પૂજન આકાશ તત્વના રૂપમાં કરવામાં આવે છે આ પાંચ તત્વોનુ નિર્માણ ભગવાન સદાશિવ દ્વારા જ થયુ છે. આ પાંચ તત્વોથી સંપૂર્ણ ચરાચર જગતનુ નિર્માણ થયુ છે. ત્યારે જ તો ભવરાજ પુષ્પદંત મહિમ્નમાં કહે છે - હે સદાશિવ તમારી શક્તિથી જ આ સંપૂર્ણ સંસસર ચર-અચરનુ નિર્માણ થયુ છે. 


 
આ જ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શિવ ઉત્પત્તિ. સ્થિતિ અને સંહારના દ્રષ્ટા છે. નિર્માણ. રક્ષણ અને સંહરણ કાર્યોના કર્તા હોવાને કારણે તેમને જ બ્રહ્મા. વિષ્ણુ અને રુદ્ર કહેવામાં આવ્યા છે. ઈર્દ અને ઈત્થં સાથે તેમનુ વર્ણ શબ્દથી ઉપર છે. શિવની મહિમા વાણીનો વિષય નથી. મનનો વિષય પણ નથી. તે બધા બ્રહ્માંડમાં તદ્રુપ થઈને વિદ્યમાન થવાથી સદા શ્વાસ-પ્રશ્વાસમાં અનુભૂત થતા રહે છે.  આ જ કારણે ઈશ્વરના સ્વરૂપને અનુભવ અને આનંદની સંજ્ઞા આપવામાં આવી છે. 
 
ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમા ત્રિનેત્ર. જટાઘર. ગંગાધર. મહાકાલ. કાલ. નક્ષત્રસાધક. જ્યોતિષમયા. ત્રિકાલઘુપ. શત્રુહંતા વગેરે અનેક નામ છે. 
 
ભગવાન શિવનુ એક નમ શત્રુહંતા પણ છે. જેનો અર્થ છે તમારી અંદરના શત્રુ ભાવને સમાપ્ત કરવો. અનેક કથાઓમાં આપણે જોઈએ છીએ કે જ્યારે બ્રહ્માંડ પર કોઈ પણ વિપત્તિ આવી. બધા દેવતા શિવની પાસે ગયા. ભલે સમુદ્રમંથનથી નીકળણારુ ઝેર હોય કે ત્રિપુરાસુરના આતંક કે આપતદૈત્યનો કોલહલ. આ કારણે ભગવાન શિવ પરિવારના બધા વાહન શત્રુ ભાવ ત્યાગીને પરસ્પર મૈત્રીભાવથી રહે છે. શિવજીનુ વાહન નંદી(બૈલ). પાર્વતીનુ વાહન સિંહ, ભગવાનના ગળાનો સર્પ કાર્તિકેયનુ વાહન મયુર, ગણેશનુ ઉંદર બધા પરસ્પર પ્રેમ અને સહયોગના ભાવથી રહે છે. 
 
શિવને ત્રિનેત્ર કહેવામાં આવ્યા છે. આ ત્રણ નેત્ર સૂર્ય, ચંદ્ર અને વહની છે. જેમનુ નેત્ર સૂય્ર અને ચંદ્ર છે. શિવના વિશે જેટલુ જાણીએ એટલુ ઓછુ છે. વધુ ન કહેતા એટલુ જ કહેવુ પુરતુ રહેશે કે શિવ ફક્ત નામ જ નથી પણ સંપૂર્ણ બ્રહ્માંડની દરેક હલચલ પરિવર્તિત. પરિવર્તધન વગેરેમાં ભગવાન સદાશિવના સર્વવ્યાપી સ્વરૂપના જ દર્શન થાય છે.

Thursday, July 21, 2022

તમે તો છાસ પર GST નાખ્યો, અમે તો વીજળી મફત આપીશું.

 જે કામ અમે દિલ્હી અને પંજાબમાં કર્યુ તે ગુજરાતમાં કરીને બતાવીશું. આ સાથે જ તેમણે કહ્યું કે, માત્ર ફ્રી વીજળી જ નહી પરંતુ સાથે જ પાવર કટ પર નહી થાય એટલે કે 24 કલાક વીજળી મળી શકશે. કેજરીવાલે વીજળી સંબંધિત ત્રીજી મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, 31 ડિસેમ્બર પહેલા તમામ ડોમેસ્ટિક બિલ માફ કરી દેવામાં આવશે. તેમણે એ પણ દાવો કર્યો કે બિલ માફ કરવાથી સરકાર પર કોઈ બોજો નહી પડે. પણ જો 300 યુનિટ થી વધુ એટલે કે 301 યુનિટ હશે તો પૂરે પૂરુ બિલ ભરવું પડશે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.

તેઓ આજે ગુજરાતના રાજ્ય સંગઠન સાથે ચૂંટણીઅંગે સમીક્ષા બેઠક યોજશે.આજે સવારથી જ સુરતની ખાનગી હોટલમાં મીટિંગનો દોર ચાલુ છે. હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.



દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.

Explainer: શું તમારે પણ ભાડા પર GST આપવો પડશે?

  જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં જીએસટીના નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારો 18 જુલાઇથી અમલમાં આવ્યા હતા.



જેમાં ભાડા પર જીએસટી સાથે જોડાયેલા નિયમો સામેલ છે. 17 જુલાઇ સુધી ભાડા પર જીએસટીની કોઇ વ્યવસ્થા નહોતી. પરંતુ જીએસટી કાઉન્સિલની ભલામણો બાદ 13 જુલાઇના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ભાડા પર જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જો કે, ભાડા પરનો ટેક્સ અમુક સંજોગોમાં જ વસૂલવામાં આવશે. જો તમે નોકરી કરો છો અને તમે ફ્લેટ ભાડે લીધો છે, તો તમારે ભાડા પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. જાણો જીએસટી અંતર્ગત રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ કોને ભાડા પર ટેક્સ આપવો પડશે.

શું છે નિયમ?
18 જુલાઈથી લાગુ થયેલા નવા નિયમો હેઠળ જો કોઈ અનરજિસ્ટર્ડ વ્યક્તિ (નોકરીયાત વ્યક્તિ કે નાનો બિઝનેસમેન) જીએસટી હેઠળ નોંધાયેલ વ્યક્તિને પોતાનો ફ્લેટ ભાડે આપે છે તો ભાડા પર જીએસટી લાગશે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડુઆતને ભાડા પર 18 ટકા જીએસટી આપવો પડશે. સાથે જ તેના પાલન સાથે જોડાયેલી ઔપચારિકતાઓ પણ તેમણે પૂરી કરવાની રહેશે. ટેક્સના નિયમો હેઠળ, વ્યક્તિનો અર્થ માત્ર વ્યક્તિગત જ નથી થતો, પરંતુ તે એક વિસ્તૃત ટર્મ છે અને તેમાં કંપનીઓ તેમજ તમામ કાનૂની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

સવાલો કેમ ઉઠી રહ્યા છે?
જે લોકોને પગાર મળે છે તેમને જીએસટી રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. ઉપરાંત, તમામ ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને વ્યવસાયિક સંસ્થાઓને નોંધણીની જરૂર હોતી નથી. જો કોઈ સર્વિસ પ્રોવાઈડરનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા હોય તો તેણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ગુડ્સ સપ્લાયર્સ માટે આ મર્યાદા 40 લાખ રૂપિયા છે. પરંતુ ઘણા કિસ્સામાં આથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોએ જીએસટી પણ નોંધાવ્યો છે. આ એટલા માટે છે કારણ કે આ તેમના ગ્રાહકો અથવા ગ્રાહકોને સપ્લાય ચેઇનમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપે છે. સોશિયલ મીડિયામાં જીએસટી કોના પર લાગશે અને કોના પર નહીં થાય તે અંગે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ત્રણ ઉદાહરણમાં તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

ઉદાહરણ નંબર 1
માની લ્યો કે કોઈ બિઝનેસ કન્સલ્ટન્ટ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ છે. તેણે એક અનરજીસ્ટર્ડ વ્યક્તિ પાસેથી પોતાના અને તેના પરિવાર માટે એક ફ્લેટ ભાડે રાખ્યો છે. એક સીએ ફર્મના ફાઉન્ડર સુનીલ ગાબાવાલાના જણાવ્યા અનુસાર, જો બિઝનેસ કન્સલ્ટન્ટ પોતાના આઇટીઆરમાં ભાડાનો દાવો નહીં કરે તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે. વર્ક ફ્રોમ હોમે તેમાં મૂંઝવણ ઉભી કરી છે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે, જો કોઈ પ્રોફેશનલ કે ગિગ વર્કર જીએસટી હેઠળ રજિસ્ટર્ડ હોય અને એકમાત્ર માલિક તરીકે પોતાની સેવાઓ આપે તો તેણે પોતાના નામે રહેણાંકની મિલકત ભાડે ન લેવી જોઈએ. આનાથી તેને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવામાં મદદ મળશે. જો ભાડુઆત જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નહીં હોય તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે.

ઉદાહરણ નંબર 2
જો કોઈ કંપનીએ તેના કોઈ કર્મચારી અથવા ડિરેક્ટર માટે ફ્લેટ ભાડે લીધો હોય અને મકાનમાલિક જીએસટીમાં નોંધાયેલ નથી. આવા કિસ્સામાં કંપનીએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડા પર જીએસટી ચૂકવવો પડશે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે જો કર્મચારીએ મકાન ભાડે રાખ્યું હોય અને કંપની તેનું પૂરું ભાડું ન ચૂકવે તો ભાડા પર જીએસટી નહીં લાગે.

ઉદાહરણ નંબર 3
મકાનમાલિક અને ભાડુઆત બંનેનું જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન નથી તો આ કેસમાં રેન્ટ ટેક્સનો નવો નિયમ લાગુ નહીં પડે. તાજેતરમાં ચંદીગઢમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં ઘણી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનો અને ઘણી વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રિપેકેજ્ડ અને લેબલવાળા અનાજ, કઠોળ અને લોટને પ્રથમ વખત જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા છે. જો કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ખુલ્લામાં તેમના વેચાણ પર જીએસટી નહીં લાગે.


Tuesday, July 19, 2022

આ મંત્ર જપશો તો ઈટરવ્યુમાં જરૂર સફળતા મળશે

office


ઈંટરવ્યુનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોને પરસેવો છૂટી જાય છે. દરેક સમયે એ જ વાત મગજમાં ફરે છે કે ઈંટરવ્યુમાં કયો પ્રશ્ન પૂછશે. તેમને જવાબ આપી શકીશ કે નહી. આ રીતે ઈંટરવ્યુ પહેલા જ અનેક લોકો નર્વસ થઈ જાય છે. જો તમે પણ ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો નીચે લખેલા ઉપાય કરો. આ ઉપાયથી ઈંટરવ્યુમાં સફળતા મળવાના ચાંસ વધી જાય છે. 
 
 
મંત્ર 
 
ऊँ ह्रीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा।
 
ઉપાય - શુભ દિવસ જોઈને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સફેદ રંગનુ સૂતી આસન પાથરી પૂર્વ દિશા તરફ મોઢુ કરીને તેના પર બેસી જાવ. હવે તમારી સામે પીળુ કપડું પાથરીને તેના પર 108 દાણાવાળી સ્ફટિકની માળા મુકી દો અને તેના પર કેસર અને અત્તર છાંટી તેની પૂજા કરો. 
 
ત્યારબાદ ધૂપ, દીપ અને અગરબત્તી બતાવીને નીચે લખેલ મંત્રનો 31 વાર ઉચ્ચારણ કરો. આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી તે મળા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ કોઈ ઈંટરવ્યુમાં જાવ તો આ માળાને પહેરીને જાવ. આવુ કરવાથી જલ્દી ઈંટરવ્યુમાં સફળતા મળશે. 
 

Sunday, July 17, 2022

દીપક પ્રગટાવવાથી લક્ષ્મી, સૌભાગ્ય અને સફળતા મળે છે


diya
 
ધાર્મિક સમાગમ હોય કે કોઈ શુભ કામ તેની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે.  સવારે અને સાંજના સમયે કરવામાં આવતી આરતી અને પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે. શાસ્ત્રો મુજબ ભગવાનની પૂજામાં સૌથી વધુ મહત્વપુર્ણ નિયમ છે દીવો પ્રગટાવવો. દીવા સિવાય કોઈપણ પ્રકારની પૂજા કર્મ અધૂરા જ માનવામાં આવે છે.  સાંજ થતા પહેલા દીવો પ્રગટાવી લેવાથી ઘર-પરિવાર પર પર લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
દીવો પ્રગટાવવાથી અંધારામાં પ્રકાશ પથરાય જાય છે. પ્રકાશ જ્ઞાનનો ઘોતક છે અને અંધારુ અજ્ઞાનનું, જ્ઞાન એ આંતરિક અજવાળુ છે જેનાથી બહારના અંધારા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેથી દીવો પ્રજવલ્લિત કરી આપણે જ્ઞાનના એ સાગર સામે નતમસ્તક થઈએ છીએ. 
 
દીવાનુ મહત્વ છે કે દીવાની અંદર જે ઘી કે તેલ હોય છે તે આપણી વાસનાઓ, આપણા અહંકારનું પ્રતીક છે અને દીવાની વાટ દ્વારા આપણે આપણી વાસનાઓ અને અહંકારને સળગાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ છીએ. બીજી મહત્વપુર્ણ વાત એ છે કે દીવાની વાટ કાયમ ઉપરની તરફ ઉઠે છે જે દર્શાવે છે કે આપણે જીવનને જ્ઞાન દ્વારા ઉચ્ચ આદર્શો તરફ વધારવા જોઈએ. 
 
કોઈપણ મંગલ કાર્ય શરૂ કરતા પહેલા દીવાને પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી જલ્દી જ સૌભાગ્ય અને સફળતાઓ મળે છે. 
 
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા


 
 
આજે રવિવાર છે અને આજના દિવસ સૂર્યદેવની પૂજા કરી જાય છે. સૂર્યદેવની પૂજા કરવા ખૂબ ફલદાયી હોય છે. સૂર્ય્દેવને હિન્દૂ ધર્મના પંચદેવોમાંથી પ્રમુખ દેવતા ગણાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી જ્ઞાન , સુખ, સ્વાસ્થય , પદ સફળતા , પ્રસિદ્ધિ વગેરે મળે છે. તો આજના દિવસે સૂર્ય્દેવને ખુશ કરવા માટે આ ઉપાય કરો.
 
સવારે નહાવીને સફેદ વસ્ત્ર પહેરો અને સૂર્યદેવને નમસ્કાર કરો. 
 
નવગ્રહ મંદિઅરમાં જઈને સૂર્યદેવને લાલ ચંદનના લેપ , કુમકુમ ચમેલી અને કનેરના ફૂલ અર્પિત કરો. 
 
દીપ પ્રગટાવી , મનમાં સફળતા અને યશની કામના કરો અને અ સૂર્ય મંત્રના જાપ કરો. 
 
વિષ્ણવે બ્રહ્મણે નિત્યં ત્રયમ્કાય તથાત્મને 
મંસ્તે સપ્ત્લોકેશ નમ્સ્તે સપ્ત્સપ્ત્યે
હિતાય સર્વભૂતાના શિવાયાર્તિહરાય ચ 
નમ: પદ્મપ્રબોધાય નમો વેદાદિમૂર્તયે