Tuesday, June 30, 2015

તમારી શ્રીમંત બનવાની ઈચ્છાને પૂર્ણ કરશે આ પૂજન


 
                                                                                                                                                    વ્યવસાયિક ક્ષેત્રોમાં દિવસે બેગુણી અને રાત્રે ચારગણી સફળતા મેળવવામાં દેવી લક્ષ્મીની પૂજા વિશેષ લાભકારી છે. જે લોકો શ્રીમંત બનવા માંગે છે તેઓ આ રીતે પૂજન કરે. 

 
પ્રદોષકાળના સમયે સ્નાન કરી ઘરની પશ્ચિમ દિશામાં એક ચૌકી પર લાલ કપડું પાથરીને તેના પર કેસર મેળવેલ ચંદનથી અષ્ટદળ બનાવીને તેના પર ચોખા મુકી જળ કળશ મુકે(પાણી ભરેલ લોટો).  કળશની પાસે હળદરથી કમળ બનાવીને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્ર પણ મુકો. કમળના ફૂલથી પૂજન કરો. આ ઉપરાંત સોના-ચાંદીના સિક્કા મીઠાઈ, ફળ પણ મુકો. ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ રૂપોની આ મંત્રો સાથે કંકુ, અક્ષત અએન ફૂલ ચઢાવતા પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને ઘી ના દિવાથી પૂજા કરી નૈવૈદ્ય કે ભોગ ચઢાવો. મહાલક્ષ્મીજીની આરતી કરો. 
 
 
यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः।
 
सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे॥
 
 
મંત્રનો અર્થ - હે મહાદેવી લક્ષ્મી જે ભક્ત તમારા નયન કટાક્ષોની વિધિપૂર્વક પૂજા કરે છે તેને ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના હ્રદયમાં નિવાસ કરનારી હે લક્ષ્મી હુ મારા શબ્દો અને કર્મો સહિત તમને દંડવત પ્રણામ કરુ છુ. 
 
કનકધારા સ્તોત્રનો આ મંત્ર પરમપૂજ્ય શંકરાચાર્યની કૃતિ છે.

Saturday, June 27, 2015

તંત્ર-મંત્ર : ઘરને ખરાબ નજરથી બચાવતો મંત્ર


ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો.

ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓન સમાત્પ કરવાની શક્તિ હોય છે.

જો તમને શંકા હોય કે કોઈએ તમારા પર કોઈ ટોટકો કર્યો છે તો પણ ગૌ મૂત્ર સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. તમારા શરીર પર ગૌ મૂત્ર છાંટો.


રોજ થોડુ થોડુ ગૌ મૂત્ર પીવાથી પણ ફાયદો થાય છે.

માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારના ટોટકાઓ અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે.

તમારા ઘરને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે આ મંત્ર

ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં ભગવાનના મંદિરમાં મુકો. આ મંત્રની સાથે ક નારિયળ અને સોપારી મુકો.

।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।

Friday, June 26, 2015

ઘરમા ન રાખવી જોઈએ આ 7 તૂટેલી વસ્તુઓ.. તેનાથી દરિદ્રતા આવે છે


vastu

ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે.  પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે.   7 વસ્તુઓ એવી બતાવાર રહી છે જે ટૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન મુકવા જોઈએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય છે તો તેમની નકારાત્મક અસર પરિવારના બધા સભ્યો પર થાય છે.   જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ નથી બની શકતી. આ કારણે ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. અહી જાણો આ 7 વાતો કંઈ કંઈ વસ્તુઓ છે. 
 
1. વાસણ - અનેક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખે છે જે અશુભ પ્રભાવ આપે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. જો આવા વાસણો ઘરમાં મુકવામાં આવે છે તો તેનાથી મહાલક્ષ્મી અપ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ આપણા ઘરમાં હોઈ શકે છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણો ઘરમાં સ્થાન પણ ઘેરે છે. તેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નકારાત્મક ફળ મળવા લાગે છે. 
 
અરીસો - તૂટેલો અરીસો મુકવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 
 
પલંગ - વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
 
ઘડિયાળ - ખરાબ ઘડિયાળ ઘરમાં ન મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય નહી  હોય તો પરિવારના સભ્ય કાર્ય પુર્ણ કરવામાં અવરોધોનો સામનો કરશે અને કામ નક્કી સમયમાં પુર્ણ નહી થઈ શકે. 
 
તસ્વીર - જો ઘરમં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.  
 
દરવાજો - જો ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ. દરવાજામાં ટૂટ-ફૂટ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
 
ફર્નીચર - ઘરનુ ફર્નીચર પણ એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરની ટૂટ-ફૂટની પણ ખરાબ અસર આપણા જીવન પર થાય છે. 
 
વાસ્તુ દોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પૈસાની કમી કાયમ રહે છે. તેથી આ દોષોનું નિવારણ તરત જ કરી લેવુ જોઈએ.

Tuesday, June 23, 2015

ઘરમાં છિપાયેલી ખરાબ શક્તિઓને શોધી શોધીને ભગાડે છે મીઠુ

 
saltસનાતન સંસ્કૃતિના મહર્ષિયો મુજબ જે ઘરમાં આખુ મીઠુ બંધાયેલુ હોય છે એ ઘરમાં બરકત પણ ઉભી રહે છે. ભારતના અનેક રજયોમાં આજે પણ પરંપરા છે કે પોતાની પુત્રીના લગ્નના સમયે વિદાય કરતી વખતે પુત્રીને આખા મીઠાની થેલી જરૂર આપવામાં આવે છે. મીઠાનું આપણા દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. મીઠુ રહિત ભોજન  સારામાં સારા ભોજનને બેસ્વાદ બનાવી નાખે છે. મોટા વડીલોનું માનવુ છે કે ઘરમાં મીઠા દ્વારા જ બરકત આવે છે અને સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. મીઠુ પડવુ સારુ નથી માનવામાં આવતુ. તેનાથી ઘરમાં અપશકુન થવાના સંકેત મળે છે. 
 
આખા મીઠામાં અનેક પ્રાકૃતિક ગુણ રહેલા હોય છે. જેનાથી ઘરમાં છુપાયેલી ખરાબ શક્તિઓને શોધી શોધીને ભગાડી દે છે.  
 
1. એક કાંચની વાડકીમાં આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) ભરો અને આ વાડકીને બાથરૂમમાં મુકો. આ ઉપાયથી નકારત્મક ઉર્જા દૂર થઈ શકે છે. 
 
2. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં પોતુ લગાવતી વખતે પાણીમાં થોડા આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) મળવુ જોઈએ.  આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. વાતાવરણની પવિત્રતા વધે છે. 
 
3. બાથરૂમ  ભૂલ કરી પણ નાર્થઈસ્ટ(ઈશાન કોણ)માં ન હોય. હંમેશા દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર  પશ્ચિમ ટોયલેટની સીટ પર પૂર્વ કે ઉત્તરની તરફ મોઢામાં કરીને બેસેલ, ટોયલેટમાં કાંચના બાઉલમાં ક્રિસ્ટલ સાલ્ટ (દરદરું મીઠુ) ભરીને મુકો. 15 દિવસ પછી બદલી નાખો. પહેલા ટોયલેટના સિંકમાં નાખી દો. જો કોઈ કારણ ટોયલેટ ઉત્તર-પૂર્વમાં હોય તો આના દરવાજા પર રોઅરિંગ લાયનના ફોટો પેસ્ટ કરી દો. 
 
4. ઘરમાં ઘનનો પ્રવાહ  કાયમ રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈને તેમા પાણી અને મીઠુ મિક્સ ઘરના નૈઋત્ય ખૂણામાં મુકી દો અને એની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકાય તો એ ગ્લાસને સ્પષ્ટ કરીને બીજીવાર મીઠુ ભેળવેલુ  પાણી ભરી દો. 
 
મીઠામાં અદ્દભૂત શક્તિયો હોય છે જે બધા પ્રકારના નકારાત્મક પ્રભાવોને નષ્ટ કરી દે છે. આ ઉપરાંત તેનાથી ઘરમાં આવેલ દરિદ્રતા પણ દૂર થાય છે. અને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરિવારના બધા સભ્યોના વિચાર સકારાત્મક થશે જેનાથી તેમનુ મન કામમાં લાગેલુ રહેશે.  અસફળતાઓનો દૌર સમાપ્ત  થઈ જશે અને સફળતાઓ મળવા લાગશે.

Friday, June 19, 2015

વાસ્તુ સલાહ : વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે

દરેક દિશાને પોતાનો ગ્રહ છે અને આ ગ્રહની દશા, અંતર્દશા, પ્રત્યંતર દશા પ્રમાણે આપણને સારાં ખરાબ પરિણામ મળતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે. તેમાં રહેવાવાળી વ્યક્તિને તે દિશા સારું પરિણામ આપતી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય કોઈ ઘરનું સો ટકા વાસ્તુ મળતું નથી

ઘણા લોકોને પ્રશ્નો થતા હોય છે કે મારે કઈ દિશાથી વધારે લેણું છે અને મુખ્ય દરવાજાની દિશા શું હોવી જોઈએ? અમારો દરવાજો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી, આ ઘરમાં આવ્યા પછી ખૂબ જ તકલીફ થઈ છે, મારો ધંધો એકદમ બંધ થઈ ગયો, મારું બાળક ભણવામાં ધ્યાન નથી રાખતું. આવા ઘણા બધા પ્રશ્નો છે, તો આ બધા પ્રશ્નો પાછળ વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. આજે આપણે નવું ઘર, ફેક્ટરી, ઓફિસ લેવા જઈએ ત્યારે મુખ્ય દરવાજાની દિશા જોઈએ છીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશાનો દરવાજો આપણે શુભ ગણીએ છીએ. આ વાત બરાબર છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક દિશા શુભ છે. કોઈ દિશા અશુભ નથી. દરેક દિશાનું પોતાનું આગવું મહત્ત્વ છે.

એસ્ટ્રોવાસ્તુ પ્રમાણે જે વ્યક્તિના નામે મિલકત લેવાની હોય તેના જન્માક્ષર જોઈને તેની શુભ દિશા કઈ છે તે જાણી શકાય છે અથવા ઘરના દરેક સભ્યોના જન્માક્ષર જોઈ દરેક વ્યક્તિની શુભ દિશા શોધીને બધાને યોગ્ય ગ્રહ હોય તે પ્રમાણેનો દરવાજો પસંદ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનો સૂર્ય બળવાન હોય તો તેને પૂર્વ દિશાથી ફાયદો મળે છે. ગુરુ ઉચ્ચનો કે સ્વગ્રહી હોય તો ઇશાન દિશાથી સફળતા પ્રાપ્ત થાય છે. જે જાતકનો બુધ સારો હોય તેને ઉત્તર દિશાથી લાભ મળે અને જે વ્યક્તિનો મંગળ સારો હોય તેને દક્ષિણ દિશા ફાયદો કરાવે છે. આવી રીતે દરેક ગ્રહ પ્રમાણેની દિશા મેળવી શકાય છે. જીવનમાં પોતાને કંઈક લાભ કે સુખ-સમૃદ્ધિ મળે તેવી દિશાથી ફાયદો લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રથી હંમેશાં ફાયદો થાય છે. દિશા અને દશા એકબીજાની પૂરક હોય છે. જો જન્માક્ષર પ્રમાણે દિશા શોધવામાં તકલીફ પડતી હોય તો જાતકે પોતાનો જે ધંધો હોય તે પ્રમાણેની દિશાને શુભ દિશા માનવી. દા.ત. લોખંડનો ધંધો હોય તો પશ્ચિમ, જ્વેલર્સ હોય તો અગ્નિ વગેરે. આ રીતે શુભ દિશા જાણી શકાય છે.

તંત્રવાસ્તુમાં પદ બતાવવામાં આવેલાં છે. આ પદ પ્રમાણે જો મુખ્ય દરવાજાની દિશા રાખવામાં આવે તો એ શુભ કહેવાય, પરંતુ આજના યુગ પ્રમાણે પદ પ્રમાણે મુખ્ય દરવાજો મળવો મુશ્કેલ છે. આજના બિલ્ડિંગ ઉદ્યોગમાં બિલ્ડરો મકાન ફક્ત વેચવા માટે બનાવે છે અને આપણે લેવા માટે. આ બનાવેલાં મકાનોમાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ સો ટકા શક્ય બનતો નથી. ગુજરાતમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બિલ્ડિંગ બહુ ઓછા બને છે. જ્યારે દક્ષિણ ભારતમાં હૈદરાબાદ, વિજયવાળા, કુતાગુડમ, કાગજનગર જેવાં મુખ્ય શહેરોમાં બિલ્ડિંગ અને મકાન વાસ્તુ આધારિત બને છે. માટે જ આ શહેરો ખૂબ જ સફળ છે. ગુજરાત પણ વાસ્તુની દૃષ્ટિએ શુભ ઊર્જા ધરાવે છે.

ભારતીય વાસ્તુમાં પદ પ્રમાણે શુભ દિશા જાણી શકાય છે. ત્યારે હાલમાં ચાઇનીઝ વાસ્તુ પ્રમાણે પણ દરેક વ્યક્તિની શુભ દિશા જાણી શકાય છે અને આ દિશા પ્રમાણે મુખ્ય દરવાજો રાખવામાં આવે તો શુભત્વ પ્રાપ્ત થાય છે. ગ્રહોના સંયોજન વગર ફેંગશૂઈ પ્રમાણે પણ શુભ દિશા જાણી શકાય છે.

દરેક દિશાને પોતાનો ગ્રહ છે અને આ ગ્રહની દશા, અંતર્દશા, પ્રત્યંતર દશા પ્રમાણે આપણને સારાં ખરાબ પરિણામ મળતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે. તેમાં રહેવાવાળી વ્યક્તિને તે દિશા સારું પરિણામ આપતી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય કોઈ ઘરનું સો ટકા વાસ્તુ મળતું નથી. તમારા ગ્રહોને આધીન ઘર, ફેક્ટરી કે જગ્યા મળે છે, તેમાં કંઈક તો દોષ હોય જ છે.

વાસ્તુ એક ઊર્જાનો વિષય છે. વાસ્તુ એનર્જી દ્વારા આપણે મુખ્ય દરવાજાની આજુબાજુ કેવી ઊર્જા છે તે જાણી શકીએ છીએ. જો દરેક મકાનનો દરવાજો શુભ ન પણ હોય, પરંતુ વાસ્તુ એનર્જીના અમુક ટુલ્સ એટલે કે વસ્તુઓના ઉપયોગથી આ દરવાજાની એનર્જી બદલી સકારાત્મક પરિણામ મેળવી શકાય છે. એક માળમાં ચાર ફલેટ હોય છે. જેમાં ફક્ત એક જ ફ્લેટનો દરવાજો અથવા ફલેટ આપણને ૭૦ ટકા વાસ્તુ પ્રમાણે મળે છે. તો બાકીના દરવાજાનું શું? વાસ્તુ ઊર્જા એવું બતાવે છે કે દરેક દિશાના દરવાજાનું પોતાનું ઊર્જા ક્ષેત્ર છે. તે ઊર્જા ક્ષેત્રને તેના તત્ત્વ પ્રમાણે ઘરમાં ગોઠવવામાં આવે તો તેમાં રહેવાવાળા જાતકો જરૂરથી સુખી થાય છે.

Thursday, June 18, 2015

ઘરમાં આનંદદાયી વાતાવરણ માટે ધ્યાનમાં રાખવાની વાતો

મોટાભાગે દરેક ઘરમાં પૂજાસ્થાન હોય છે અને આ અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય.

-ઘરના રસોડાને દક્ષિણ પૂર્વ ભાગ અગ્નિ ખૂણામાં બનાવવુ શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું સલાહભર્યું છે. અગ્નિ કે ઉત્તર-પશ્વિમ ખૂણે લાઈટના સ્વીચબોર્ડ, ટીવી વગેરે મૂકાય તેને શ્રેષ્ઠ મનાય છે.

-ઘરની બારેઓ અને બાલકની ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોય તો તેને શુભ મનાય છે. આ ખૂણામાં ઈલેક્ટ્રીક ઉપકરણો જેવા કે પંખા, કૂલર મૂકવા જોઈએ.

-ઘરની ભારે અને વજનવાળી વસ્તુઓ નેઋત્ય ખૂણામાં મુકવી શુભ માનવામાં આવે છે.

- ઘરનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મસ્થાન તરીકે ઓળખાય છે તેથી તે હંમેશા ખાલી રહેવુ જોઈએ. આ સ્થાન સ્વચ્છ અને હલકુ હોવુ જોઈએ.

-બાળકોના અભ્યાસ માટે ઈશાન દિશા શુભ હોય છે તેથી તેમનો રૂમ આ ખૂણામા બનાવવો જોઈએ.

-પતિ-પત્નીના બેડરૂમમાં જોડા વાળા પક્ષીઓનુ ચિત્ર મુકવુ શુભ માનવામાં આવે છે. ચિત્ર સકારાત્મક હોવુ જોઈએ અને તે સૂતેલાને દેખાય તેવુ હોવુ જોઈએ. આવા ચિત્રો પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખે છે.

- ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ ચિહ્નો મુકવા જોઈએ, જો તમને પ્લાંટથી ઘર સજાવવાનો શોખ હોય તો કાંટાવાળા છોડ ઘરની અંદર ક્યારેય ન લગાવશો. ગૃહ સજાવટમાં શસ્ત્રોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. ગૃહ સજાવટમાં રમકડાંનો ઉપયોગ કરવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.
-ઘરમાં ધૂળ, કચરો, કરોડિયાનાં જાળા નકારાત્મક ઉર્જા વધારે છે, તેથી ઘરના ઈન્ટીરીયર બાબતે સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવું જોઈએ અને ઘરનાં ખૂણાઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જોઈએ.

- ઘરને હંમેશા સાફ સુથરું અને સ્વચ્છ રાખવુ જોઈએ. ઘરમાં સ્વચ્છતા રહેવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. ઘરમાં સવાર સાંજ દીવો કરવાથી ઘરમાં ટેંશન કે ચિંતા રહેતા નથી.

Wednesday, June 17, 2015

આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે

hanuman chalisa
 
જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો
  'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.


જો આપ નોકરી મેળવવા માંગતા હોય કે તમારા જીવનનું કોઈ સંકટ દૂર કરવા માંગતા હોય તો હનુમાનજીને દર શનિવારે તેલ અને સિંદૂર ચઢાવો. ચઢાવેલ થોડુ સિંદૂર પોતાના માથા ઉપર લગાવવાની સાથે જ ઘરના દેવઘર કે મંદિરના દ્વારની આસપાસ શ્રીરામ લખો કે સ્વસ્તિક બનાવો. આ સંકટમોચક કરનારો ઉપાય માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ માન્યતાઓમાં હનુમાનજીને રુદ્ર અવતાર, રામદૂર હોવાની સાથે જ અજર-અમર દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કળયુગમાં પણ તેઓ ભક્તોની આસપાસ જ મોજુદ હોય છે અને કોઈપણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે

Monday, June 15, 2015

વાસ્તુપુરુષ દેવતાના શરીર ઉપર જ 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે



નવું ઘર ખરીદ્યા પછી અથવા બનાવ્યા પછી દરેક ઘરમાં વાસ્તુ શાંતિ કરાવવામાં આવે છે. વાસ્તુશાંતિ વાસ્તુદેવને ખુશ કરવા માટે કરવા આવે છે. વાતની પાછળ એક એવી માન્યતા છે કે જમીનના કોઈ ભાગ ઉપર જ્યારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે તે જમીન ઉપર નિવાસ કરતી શક્તિઓ જાગી જાય છે. શક્તિઓ વાસ્તુપુરુષ છે. વાસ્તુપુરુષ દેવતાના શરીર ઉપર 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. દેવતાઓને ખુશ કરવા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે, જેથી તમામ દેવતાઓ ખુશ રહે અને આપણાં જીવનમાં સુખ વ્યાપેલું રહે.


નવા ઘરમાં શા માટે વધુ પ્રભાવિત કરી શકે છે વાસ્તુઃ-

કોઈ પણ નવા ઘરમાં વાસ્તુ પૂજનનું મહત્વ જૂના ઘર કરતા અનેક ગણું વધુ હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે વાસ્તુપુરુષને જે પણ કષ્ટ મળે છે, તેનો બદલો(વેર) તે ઘરમાં રહેનારા સભ્યો પાસે પ્રથમ વર્ષમાં વાળી લે છે. જે પ્રકારે કોઈ પણ ઘા રુઝાતા સમય લાગે છે, તે રીતે વાસ્તુપુરુષને મળેલા કષ્ટો પણ દૂર થતા સમય લાગે છે. કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલું બાંધકામ એક વર્ષ સુધી વાસ્તુપુરુષને વ્યાકુળ કરે છે, જેથી વાસ્તુપુરુષની ઊંઘમાં બાધા ઉત્પન્ન થાય છે. ઊંઘમાંથી જાગી ગયેલા વાસ્તુપુરુષને ભૂખ વધુ લાગે છે. વાસ્તુપુરુષની ભૂખ શાંત કરવા માટે હવન કરાવવો જોઈએ. કારણ છે કે ભૂમિપૂજનના સમયે પણ નારિયેળ ફોડી તેનો પ્રસાદ વાસ્તુપુરુષને ભોજન સ્વરુપમાં આપવામાં આવે છે.
મત્સ્યપુરાણમાં વાસ્તુપુરુષના જન્મ વિશે એક કથા આપવામાં આવેલી છે. જે મુજબ અંધકાસુર નામના રાક્ષસને મારવા માટે ભગવાન શંકરને તેની સાથે યુદ્ધ કરવું પડયું હતું. શિવ દ્વારા તે રાક્ષસનો સંહાર બાદ તેના  માથા ઉપરથી પરસેવાના અમુક ટીપાં ધરતી ઉપર પડ્યા. ટીપાંમાંથી એક વિશાળ આકારનો પુરુષ જેવો દેખાતો જીવ ઉત્પન્ન થયો. જીવ જમીન ઉપર પડેલા અંધકાસુરનું ખૂન પીવા લાગ્યો, જ્યારે અંધકાસુરના ખૂનથી તેની ભૂખ શાંત થઈ તો તેણે શિવજી પાસે જઈ ત્રણેય લોકો (દેવલોક, પૃથ્વીલોક અને આકાશલોક)ને ખાવાની ઈચ્છા જાહેર કરી.

જીવે અંધકાસુરના ખાતમામાં શિવજીની મદદ કરી હતી એટલે શિવજીએ તેને ઈચ્છા પૂરી કરી લેવા આજ્ઞા આપી દીધી. ત્યારબાદ જીવ દેવલોક અને આકાશલોક પાર કરી પૃથ્વીલોક પહોચ્યો. ત્રણેય લોકોના નાશથી ડરી ગયેલા દેવતાઓએ જીવને જોરનો ધક્કો આપ્યો, ત્યારે જીવ પૃથ્વી ઉપર ઊંધા મોં પડી ગયો. જીવ જે રીતે પૃથ્વી ઉપર પડ્યો હતો, તે સ્થિતિમાં બધા દેવતાઓ અને રાક્ષસોએ મળીને તેને દબાવી દીધો અને તેની ઉપર બેસી ગયા. જીવનું મોં સંપૂર્ણપણે જમીનમાં દબાવેલું હતું, જેના લીધે તેને ગૂંગળામણ થવા લાગી. બધા દેવતાઓએ તેને રીતે પકડી રાખ્યો હતો કે તે સહેજ પણ હલી નહોતો શકતો. દેવતાઓનો તે જીવના શરીર ઉપર વાસ હોવાને લીધે તેનું નામ વાસ્તુ પડી ગયું.

વાસ્તુપુરુષે દેવતાઓને વિનંતિ કરી કે તમે મને રીતે દબાવી રાખ્યો છે કે હું હલી પણ નથી શકતો. વિનંતિથી ખુશ થઈ બ્રહ્મા સહિત તમામ દેવતાઓએ તેને વરદાન આપ્યું કે તું જે સ્થિતિમાં અત્યારે છો, તે સ્થિતિમાં તારું શરીર ધરતી ઉપર વાસ કરશે. તમામ દેવતાઓનો તારા શરીર ઉપર વાસ રહેશે, જ્યારે પણ કોઈ માનવ પૃથ્વી ઉપર પોતાનું ઘર બનાવશે ત્યારે તે ઘરમાં નિવાસ કરતા પહેલા તમામ દેવતાઓ સહિત તારી પણ પૂજા કરવી જરુરી રહેશે.
વાસ્તુપૂજનના અંતમાં અને બલિ વૈશ્વેદેવના પૂજનમાં જે બલિ આપવામાં આવશે તે તારું ભોજન હશે. વાસ્તુપૂજનના અંતમાં જે યજ્ઞ કરવામાં આવશે તે પણ તને ભોજનના સ્વરુપમાં પ્રાપ્ત થશે. નવા ઘરના નિર્માણ બાદ જે વ્યક્તિ વાસ્તુપૂજન નહી કરે, તેમના દ્વારા અજાણતા ઘરમાં કરેલા કોઈ પણ યજ્ઞની આહૂતિનો ભાગ તને ચોક્કસ મળશે.

Saturday, June 13, 2015

પ્રચંડ ભૂકંપ પછી પણ પશુપતિનાથ મંદિર સુરક્ષિત કેવી રીતે ? વિજ્ઞાન કે શિવજ્ઞાન



pashupatinath
યુનેસ્કો વિશ્વ સાંસ્કૃતિક વિરાસત સ્થળમાં સૂચીબદ્ધ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાગમતી નદીના તટ પર સ્થિત પશુપતિનાથ મંદિર મંદિર સનાતનધર્મના આઠ સર્વાધિક પવિત્ર સ્થળોમાંથી એક છે. પૌરાણિક કાળમાં કાઠમાંડૂનુ નામ કાંતિપુર હતુ. માન્યતામુજબ મંદિરનુ માળખુ પ્રાકૃતિક વિપદાઓથી અનેકવાર નષ્ટ થયો છે. પરંતુ તેનો ગર્ભગૃહ પૌરાણિક કાળથી અત્યારસુધી સંપૂર્ણ રૂપે સુરક્ષિત છે. લોકો આ પહેલી શતાબ્દીનુ માનીએ તો ઈતિહાસ તેની ત્રીજી શતાબ્દીનુ માનવુ છે. 
 
શનિવાર તારીખ 25.04.15ના સવારે 11 વાગીને 41 મિનિટ પર આવેલ 7.9 તીવ્રતાના ભીષણ ભૂકંપથી આખા નેપાળમાં તબાહી મચી ગઈ છે. જ્યા એક બાજુ હજારોની સંખ્યામાં લોકોનુ મોત થયુ છે બીજી બાજુ વૈજ્ઞાનિક તકનીકથી બનેલ અસંખ્ય ઈમારો પણ ઘરાશાઈ થઈ.  પરંતુ પશુપતિનાથ મંદિરના ગર્ભગૃહ કાલે પણ વિદ્યમાન હતુ અને આજે પણ વિદ્યમાન છે.  આવો જાણીએ છે તેની પાછળ વિજ્ઞાન છે કે શિવજ્ઞાન. હિમવતખંડ કિવ6દતી અનુસાર એક સમયમાં ભગવાન શંકર ચિંકારાનુ રૂપ ધારણ કરી કાશી ત્યાગકરીને બાગમતી નદીના કિનારે મૃગસ્થળી વન ચાલ્યા ગયા હતા. 
 
દેવતાઓએ તેમને શોધીને પુન: કાશી લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ શિવ દ્વારા નદીના બીજા છોર પર છલાંગ લગાવવાને કારણે તેમના સીંગ ચાર ટુકડામાં તૂટી ગયા જેનાથી ભગવાન પશુપતિ ચતુર્મુખ લિંગના રૂપમાં પ્રકટ થયા. જ્યોતિલિંગ કેદારનાથની કિંવદંતી અનુસાર પાંડવોના સ્વર્ગપ્રયાણ દરમિયાન ભગવાન શંકરે પાંડવોના ભેંસાનુ રૂપ ઘરી દર્શન આપ્યા હતા જે પછી ધરતીમાં સમાવી ગયા પરંતુ ભીમે તેમની પુંછ પકડી લીધી હતી.  જે સ્થાન પર ધરતીની બહાર તેમની પૂંછ રહી ગઈ તે સ્થાન જ્યોર્તિલિંગ કેદારનાથ કહેવાયુ અને જ્યા ધરતીની બહાર તેમનુ મુખ પ્રકટ થયુ તે સ્થાન પશુપતિનાથ કહેવાયા. આ કથાની પુષ્ટિ સ્કંદપુરાણ પણ કરે છે.  
 
વાસ્તુ વિજ્ઞાન અનુસાર પશુપતિનાથ ગર્ભગૃહમાં એક મીટર ઊંચા ચારમુખી લિંગ વિગ્રહ સ્થિત છે. દરેક મુખાકૃતિના જમણા હાથમાં રૂદ્રાક્ષની માળા અને ડાબી હાથમાં કમંડળ છે. દરેક મુખ જુદા જુદા ગુણ પ્રકટ કરે છે.  પહેલા દક્ષિણ મુખને અઘોર કહે છે.  બીજા પૂર્વ મુખને તત્પુરૂષ કહે છે.  ત્રીજા ઉત્તર મુખને અર્ધનારીશ્વર કે વામદેવ કહે છે. ચોથા પશ્ચિમી મુખને સાધ્યોજટા કહે છે અને ઉપરીભાગના નિરાકાર મુખને ઈશાન કહે છે. 
 
માન્યતામુજબ પશુપતિનાથ ચતુર્મુખી શિવલિંગ ચાર ધામો અને ચાર વેદોનુ પ્રતિક માનવામાં આવે છે. મંદિર એક મીટર ઊંચા 
ચબુતરા પર સ્થાપિત છે.   પશુપતિનાથ શિવલિંગની સામે ચાર દરવાજા છે. જે ચારેય દિશાઓને સંબોધિત કરે છે. અહી મહિષ 
રૂપધારી ભગવાન શિવનો શિરોભાગ છે. જેના પાછળનો ભાગ કેદારનાથમાં છે.  આ મંદિરનુ નિર્માણ વાસ્તુ આધારિત જ્ઞાન પર 
પગોડા શૈલી મુજબ થયુ છે. પગોડા શૈલી મૂળરૂપથી ઉત્તરપૂર્વી ભારતાના ક્ષેત્રથી ઉદય થયો હતો જેને ચાઈના અને પૂર્વી વિશ્વએ અપનાવ્યુ અને નામ આપ્યુ ફેંગશુઈ. 
 
24 જૂન 2013 ઉત્તર ભારતમાં ભારે વરસાદના કરણે ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ પૈદા થઈ ગઈ અને આ ભયાનક 
વિપદામાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા.  સર્વાધિક તબાહી રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલ શિવની નગરી કેદારનાથમાં થઈ હતી. પરંતુ તેની ભારે પ્રાકૃતિક વિપદાના પછી પણ કેદારનાથ મંદિર સુરક્ષિત રહ્યુ હતુ અને આજે પણ અટલ છે. શનિવાર તારીખ 25.04.15 સવારે 11 વાગીને 41 મિનિટ પર આવ્યા 7.9 તીવ્રતાના ભીષણ ભૂકંપ ઉપરાંત પણ પશુપતિનાથ ગર્ભગ્રહ સંપુર્ણ રીતે સુરક્ષિત છે.  
 
સ્કંદપુરાણ મુજબ આ બંને મંદિર એકબીજાના મુખ અને પુચ્છ સાથે જોડાયેલ છે અને આ બંને મંદિરોમાં પરમેશ્વર શિવ દ્વારા રચિત વાસ્તુ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂળ સ્વરૂપે બધા શિવાલયોના નિર્માણમાં શિવલિંગ જેટલુ ભૂસ્થળથી ઉપર હોય છે.  એટલુ જ ભૂસ્થળની નીચે સમાહિત હોય છે. અહી વિજ્ઞાનના એક સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જેને 'સેંટર ઓફ ગ્રેવિટી' 'ગુરૂત્વાકર્શન કેન્દ્ર'  કહે છે. વિજ્ઞાનના આ સિદ્ધાંતને વાસ્તુમાંથી લેવામાં આવ્યો છે. 
 
વૈદિક પદ્ધતિ મુજબ શિવાલયોનું નિર્માણ સદૈવ ત્યા જ કરવામાં આવે છે જ્યા પૃથ્વીની ચુંબકીય તરંગો ગાઢ હોય છે. શિવાલયોમાં શિવલિંગ એવા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે જ્યા ચુંબલીય તરંગોના નાભિકીય ક્ષેત્ર વિદ્ધમાન હોય. અને સ્થાપનાના સમયે ગુંબદનુ કેન્દ્ર શિવલિંગના કેન્દ્રના સીધા સાપેક્ષિત રૂપે સ્થાપિત કરવામાં આવે છે.  આ શિવનુ જ જ્ઞન છે જેને કેટલાક લોકો વિજ્ઞાન અને ભૂતત્વ વિજ્ઞાનના નામથી ઓળખે છે

Friday, June 12, 2015

જૈન શાસનના પ્રભાવશાળી મંત્રો


૧. કોઈપણ શુભ મંત્રગણતાં પહેલાં, ગુરુ ભગવંત ને પુછી, જણાવી સંમતિ લઈ ગણવો જોઈએ.
ર. શરૂઆત ૧ માળા પરમાત્મા સમક્ષ ૧ બાંધા પારાની નવકારવાળી ગણવી.
૩. શરૂઆત વહેલી સવારે, શુદ્ધવસ્ત્રો, પૂર્વ કે ઉત્તર દિશા સામે બેસી કટાસણા ઉપર, નિયતસંખ્યાનીમાળા નક્કી કરી, સૂતરની માળા ઉપર ગણવાથી વિશેષ-વિશેષ લાભ થાય છે.
૪. શરૂઆત કરતાં પહેલાં દૃઢસંકલ્પ કે આ જાપ પૂર્ણ કરીશ, ખાડો પાડ્યાં વિના કરીશ, ભાવથી ગણીશ,   એકાગ્રચિત્તથી કરીશ અને સર્વના શ્રેય માટે કરીશ તો નક્કી કરેલ મંત્ર શીઘ્રતાથી ફળેછે.
પ. બ્રહ્મચર્યવ્રત અવશ્ય પાળવું, કંદમૂળ અભક્ષ્ય ન ખાવું, શક્ય હોય તો  આંબેલ કરવું  જાપ દરમ્યાન, નહિંતર  એકાશન-બિયાસણું કરવું, છેલ્લે રાત્રિભોજનનો ત્યાગ તો અવશ્ય કરવો.
કોઈપણ  મંત્ર શક્તિશાળી હોય જ છે, ફળે જ છે. માત્રશંકા-વ્હેમ કે ખંડિત થવાથી તે નિષ્ફળ બને છે. તેથી ધ્યાન દઈ, મન પરોવી, કેન્સર માં ડોકટર પ્રત્યે શ્રદ્ધા રાખી દવા લઈએ તેમ સુદેવ-   સુગુરુ પાસે શ્રદ્ધા રાખી જાપ કરવો.
દરેક મંત્ર ગણતા પહેલાં આ વાક્ય બોલી મંત્ર ગણવાનીશરૂઆત કરો.
શ્રી તિર્થંકર ગણધર પ્રસાદાત્ એષઃયોગઃફલતુ
શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવશાળી મંત્રો
  દિવ્ય મંત્ર
(૧) ૐ હ્રીં નમો અરિહંતાણં, ૐ હ્રીં નમો સિદ્ધાણં,  હ્રીં નમો આયરિયાણં,  હ્રીં નમો ઉવજઝાયાણં,  ૐ હ્રીં નમો લોસવ્વસાહૂણં|
વિધિઃઆપાંચ પદો નો રોજ ૧૦૮ વાર શાંત ચિત્તે જાપ કરવાથી ગેમ તેટલી મોટી આપત્તિ, ભય, ટેન્શન કે
દુઃખો આવ્યા હોય તો તુરંત શાંત થાય છે. રસ્તો મળી આવે છે અને સુખના દિવસો ફરી પાછા આવે છે.
ચમત્કારીકમંત્ર
(ર) ૐ નમો અરિહંતાણં, ૐ નમો સિદ્ધાણં, ૐ નમો આયરિયાણં,ૐ નમો ઉવજઝાયાણં,
     ૐ નમો લોએ સવ્વસાહૂણં,ૐ હ્રાઁ હ્રીં હ્રઁ હ્રૌઁ હ્રઃ સ્વાહા 
  ચમત્કાર કરે તેવો પ્રભાવશાળી મંત્ર છે. મનમાં જે જે ઈચ્છેલું હોય તે તો મળે જ છે. તે સિવાય            
 તમારું હિત કે કલ્યાણ જેનાથી થવાનું હોય તે પણ મળી આવેછે. રોજ ૧૦૮ વાર પૂર્ણ શ્રદ્ધા અને        
  શાંતિથી શુભદિવસે ચાલુ કરી ગણવો.

૧૬ અક્ષરી વિદ્યામંત્ર
(૩) અરિહંત સિદ્ધ આયરિય ઉવજઝાય સાહૂ
ર૦૦  વાર જાપ ઓછામાં ઓછો કરવો. રોજ ર૧ દિન અખંડ પણે ગણવો. લાભ થાય, કષ્ટ,                    
રોગ, પીડા, ભય દૂર થાય.
ત્રિભૂવનસ્વામિનીવિદ્યા
(૪) ૐ અર્હતે ઉત્પત ઉત્પત સ્વાહા
  શુભ દિવસથી, હૃદય કમળ મા અરિહંત ભગવંત ને સ્થાપી, નિત્ય ૧૦૮ વાર જપવો .                          
 સર્વત્ર આદર, માન, યશઃર્કીિત અને પ્રભાવીપણું મળે.

નમસ્કારમહામંત્રનાગુપ્તમંત્રો
(પ) . ૐ હ્રીં અર્હત ઉત્પત ઉત્પત સ્વાહા
શુભ દિને સારા મુહૂર્તે ત્રિકાળ દસ-દસ માળા ગણવાથી અખૂટ લક્ષ્મી મળે, દરિદ્રતા શીઘ્ર ચાલી જાય છે.
. હ્રીંવરેસુવરેઅસિઆઉસાયનમઃ 
આ મંત્ર સર્વસિદ્ધિદાયક છે. મહા પ્રભાવક છે. ર૧ દિન સુધી.રોજ ૧૦માળા ગણવાથી મનવાંછિત મળે છે.
.  હ્રીં શ્રીં કલીં બ્લૂઁ અહ્રઁ નમઃ
ર૧ હજાર નો જાપ કરવો. પછી ત્રિકાળ૧-૧ માળા ગણવાથી મનવાંછિત કાર્ય અચૂક સિદ્ધ થાય છે.
. તારેતારેવિરે, તારેવિરેવિરેહ્રીંફટસ્વાહા
કોઈપણ  રવિવારે સવારે સૂર્યોદય વખતે ભોજપત્ર પર અષ્ટગંધ શાહી થી લખવો. ૧રપ૦૦, સાડાબાર
હજારની જાપ કરી પછી રોજ ૧ માળા ગણવી અને સફેદ દોરાને લઈ ૧ ગાંઠ બાંધવી, બીજે દિને ૧માળા
ગણી રજી ગાંઠ બાંધવી એમ ર૧ દિન ૧-૧ માળા ગણી ૧-૧ ગાંઠ બાંધી દોરો સાથે રાખવો. સર્વ કાર્ય અચૂક
સિદ્ધ  થાય. આ મંત્ર ૧૪ પૂર્વનો સાર છે. સત્યમ્ ા
૧૦૮નવકાર, સંપૂર્ણ હાથમાં નંદાવર્ત દ્વારા ગણવાથી મહાન લાભ થાય છે.
ૐ હ્રીં શ્રીં અહ્રઁ સિસા.  નમઃ
૧૦૮વારગણવો. આ મંત્ર આનંદદાયક અને સર્વ કાર્ય ની સિદ્ધ કરવા વાળો છે.
જ્ઞાનપ્રાપ્તિમંત્રઃ  ૐ નમોઅરિહંતાણં વદવદ વાગ્વાદિની સ્વાહા (પ્રતિદિન૧ માળા)
સ્વાસ્થ્યમંત્રઃ       ૐ હ્રીઁ નમો લોએ સવ્વસાહૂણં  (પ્રતિદિન ૧ માળા)
તનાવમુક્તિમંત્રઃ  ૐ હ્રીં શ્રીં ભગવતે પાર્શ્વનાથાય હર હર સ્વાહા (પ્રતિદિન ૧ માળા)
ભયમુક્તિમંત્રઃ     નમો અભય દયાણં (પ્રતિદિન ૧ માળા)
ક્રોધઆવેશમુક્તિમંત્રઃ  ૐ શાન્તે પ્રશાન્તે સર્વ ક્રોધોપશમની સ્વાહા (પ્રતિદિન ૧ માળા)
રિદ્ધિ-સિદ્ધિવર્ધકમંત્રઃ  ૐ હ્રીં શ્રીં ક્લીં બ્લૂઁ અર્હમ્ નમઃ(સૂર્યોદય સમયે ૧ માળા)
બ્રહ્મચર્યવિકાસમંત્ર  દેવ દાનવ ગંધવ્વા જક્ખ રક્ખસ કિન્નરા બંભયારી નમંસંતિ દુક્કરં જેકરંતિનમઃ |
સુખ-શાંતિમંત્રઃ   ૐ હ્રીં શ્રીં અ સિ આ ઉ સા સર્વ વિઘ્ન રોગોપદ્રવ વિનાશાય મમ ગ્રહશાંતિ કુરુ કુરુ સ્વાહા 
 ૐ હ્રીં શ્રીં અર્હમ્ નમઃઆમૃત્યુંજયજાપછે. સમાધિઅનેસદગતિઆપેછે.
દરેક  મંત્ર ગણતા પહેલાં આવાક્ય બોલી મંત્ર ગણવાની શરૂઆત  કરો.
(શ્રી તિર્થંકર ગણધર પ્રસાદાત્ એષઃ યોગઃ ફલતુ)
ઉવસ્સગ્ગહરં સ્ત્રોત્ર- નમિઉણ ને ભક્તામર આ ત્રણે સ્ત્રોત્રના મહાન લાભદાયી ચમત્કારીમંત્રઃ-
હ્રીં શ્રીં અર્હમ્ નમિઉણ પાસ વિસહર વસહ જિણ- ફુલિંગ ૐ હ્રીં શ્રીં અર્હમ્ નમઃ ા
શુભાશુભજાણવાનોમંત્રઃૐ હ્રીં અર્હમ્ ક્ષ્વીં સ્વાહા ા
કોઈપણ કાર્યમાં લાભ-હાનિ, નફો-નુકસાન જાણવા માટે રાત્રે કપાળે ચંદનનું વિલેપન કરી તે સુકાઈ       જાય
ત્યારે   ૧૦૮ વાર આ  મંત્રનો જાપ કરી અરિહંત ભ.ને નમસ્કારમંત્ર નું સ્મરણ કરતા ભૂમિશયન       ગરમ
કામળી કે શેત્રંજી પર સૂઈ જવાથી સ્વપ્ન માં ધારેલા કામ ના ફળની ખબર પડશે.
શ્રી સરસ્વતી દેવી મહામંત્રઃૐ હ્રીં કલીં બ્લીં શ્રીં લ  હ્રીં અૈં નમઃ ૧૦૮વાર મંત્રનોજાપ.

૧૦. પદ્માવતીદેવીનામંત્રઃૐ હ્રીં અૈં કલીં હ્રીં મહાલક્ષ્મી પદ્માવત્યૈ નમઃ ા
       સવાર ના મંગલ પ્રભાતે સર્વતઃશુદ્ધિ કરીને ત્રિકાળ ૧માળા ગણો. પરિણામે ૮૧ દિવસ
         પછી લક્ષ્મીની વૃદ્ધી થતી જોઈ શકાશે.
૧૧. ૐ હ્રીં અૈં ક્લીં સર્વ રોગ નિવારિણી શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ
કોઈ પણ રોગ શોક-આપત્તિ માંથી ઉગરવા માટે હંમેશા ૩ માળા ગણો.
૧ર. ૐ પદ્માવતિ પદ્મનેત્રે, લક્ષ્મીદાયિનિ, વાંછાપૂરણી ઋદ્ધિં સિદ્ધિં જયં જયં કુરુ કુરુ સ્વાહા ા
આ મંત્ર નો પૂર્વાભિમુખ રક્તાસને રક્ત માળા થી ર૧ દિવસ રોજ ૧૦૦૦ જપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય .
ધારેલા કામ પાર પડે. કોર્ટ કચેરી માં જય મળે. ધંધા માટે ઘડેલી યોજના એક યા બીજા કારણે તૂટી જતી
હોય તો પણ આમંત્રનો ઉપર્યુક્ત વિધિ થી જાપ કરવો. ભગવતી તથા યંત્રનું પૂજન કમળ કે કરેણ ના પુષ્પો
થી કરવું .  જો બેંક માંથી લોન મેળવવા પ્રયાસ થતો હોય તો તેની સફળતા માટે પણ આ જાપ ઉપયોગી છે.
દેવાદાર ની સ્થિતિ ટાળવા માટે આ જાપ કરવા જેવો છે.
૧૩. ૐ હ્રીં એં ક્લીં સર્વ સૌભાગ્ય દાયિનિ શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ ા
આ મંત્ર નો પૂર્વાભિમુખ રક્તાસને રક્તમાળા થી ૪ર દિવસ ૧૦૦૦ જાપ કરવાથી કન્યા માટે ઈષ્ટ વર .ને
વર માટે ઈષ્ટ કન્યાની વધુમાં વધુ ૬માસ માંપ્રાપ્તિ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન. જાસુદ પૂષ્પથી
કરવું   સ્ત્રી-પુરુષો  નાતૂટેલા સંબંધો સાંધવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે.
૧૪. ૐ ભ્રાઁ ભ્રીં ભ્રૂઁ ભ્રઃ પદ્મે પદ્માવતિઃ ા
આ મંત્ર નું રટણ કરવા થી સંકટના સમય માં સર્વ રીતે રક્ષણ મળે છે.
૧પ. ભક્તામર સ્તોત્ર ની ૬ઠ્ઠી ગાથા નો મંત્રઃઋદ્ધિઃૐ હ્રીં અર્હં નમો કુટ્ટ બુદ્ધિણં ૐ હ્રીં શ્રાઁ શ્રીં શ્રૂઁ શ્રઃ
હું સં યઃ યઃઠઃ ઠઃ સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદં કુરૂ કુરૂ સ્વાહા|
વિધિઃ  છઠ્ઠીગાથા ઋદ્ધિ તથામંત્રનો પાઠ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
વિસ્મરણ થતું નથી વાણી થી શુદ્ધિ થાય છે. મૂર્ખતાદૂરથાય. જીભ તોતડાતી હોય તો છૂટી થાય. જો આ યંત્ર
રૂપાના પતરા પર કોતરાવી તેનું પૂજન કરવામાંઆવે તો છ માસમાં સરસ્વતી માતા વરદાન આપે છે.
ભ.ની૧૧મીગાથાઃઋદ્ધિઃૐ હ્રીં અહઁ નમો પત્તેય બુદ્ધીણં
મંત્રઃૐ હ્રીં શ્રીં ક્લીં શ્રાઁ શ્રીં કુમતિ નિવારિણ્યૈ મહામાયાયૈ નમઃ સ્વાહા
વિધિઃ૧૧મી ગાથા ઋદ્ધિ તથા મંત્ર ર૧ દિવસ સુધી લાલ માળા વડે જપવાથી યંત્ર પાસે રાખવાથી વસ્તુ
તથા ખોવાયેલ મનુષ્ય દાસ-દાસી પણ પાછા આવે છે. ચારે દિશા માં તેનો ૧૦૮ જાપ કરવાથી અને ઈન્દ્ર
ધ્વજ શણગારી જલયાત્રા કરવામાં આવે એ વખતે ગીત-નૃત્ય તથા પંચામૃતની જલધારા દઈ અમારિપડહ
વગડાવી બલિ-બાકુલા ઉછાળી નગરના દેવી-દેવતા ને પૂજી અટ્ટમની તપશ્ચર્યા કરી ૧ર,૦૦૦ સરસવના
દાણા પર મંત્ર ગણી તેને ઉછાળવામાં આવે તો જરૂર વરસાદ આવે છે.
ભ.ની૧૪મીગાથાઃઋદ્ધિઃહ્રીંઅર્હંનમોવિઉલમઈણં|
મંત્ર ૐ નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા|
વિધિઃ ૧૪મી ગાથા ઋદ્ધિ ને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર ને મસ્તક, ભૂજા કે હૃદય પર ધારણ કરવાથી
સરસ્વતી  પ્રસન્ન થાય છે . વળી  પવિત્ર થઈ શ્વેત વસ્ત્ર ને શ્વેત માળા થી ધૂપ-દીપપૂર્વક ત્રણ કાળ ૧૦૮ વાર
જાપ કરી. ઘી, ગૂગળ, કસ્તુરી, કેશર, કપૂર, સુખડ, રતાંજલી અગરશિલારસ ની ગુટિકા બનાવી હોમ કરવાથી
તેમ જ ત્રણેય કાળ સરસ્વતીદેવીર્ની સુગંધી દ્રવ્યો થી પૂજા કરવાથી મહામૂર્ખ પણ વિદ્વાન થાય છે. લક્ષ્મી ની
વૃદ્ધિ અને શત્રુનો ભય ટળે છે.    હેતુ> સ્મરણશક્તિ  તીવ્ર બને.

ભ.નીર૦મીગાથાઃઋદ્ધિઃ- હ્રીંઅર્હંનમોચારણાણં|
મંત્રઃૐ શ્રાઁ શ્રીં શ્રૂઁ શ્રઃ શત્રુભય નિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા |
વિધિઃ  ર૦ મી ગાથા ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી યંત્ર સ્ત્રીના કંઠે બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ
સંપત્તિ સૌભાગ્ય બુદ્ધિ ને વિજય મળે છે. વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપા ના પતરા પર અષ્ટગંધ થી યંત્ર
લખી તેની સ્થાપના કરી પૂર્વાભિમુખ બેસી રૂપાની નવકારવાળી ગણવી તેમ જ સુગંધી ૧૦૮ પુષ્પોનો હાર
બનાવ તેના વડે યંત્ર ની પૂજા કરી ચડાવવો પછી- પંચામૃત થી  તેનું  પ્રક્ષાલન કરીને  રૂપાની
વાટકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે  સ્ત્રીને પીવડાવવું આ પ્રકારે ઋણઋતુ સમયે પીવડાવવાથી અવશ્ય પુત્ર ની
પ્રાપ્તી થાય છે.   (હેતુઃપુત્રપ્રાપ્તિથાય)
શ્રીમાણીભદ્રવીરનામંત્રો
ૐ અ સિ આ ઉ  સા નમઃ શ્રી માણિભદ્ર  દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ્|
ૐ નમો ભગવતે માણિભદ્રાય ક્ષેત્રપાલાય કૃષ્ણ રૂપાય ચતુર્ભુજાય જિનશાસન ભક્તાય, નવનાગ સહસ્ત્ર
બલાય, કિંનર કિંપુરુષ, ગંધર્વ યક્ષ રાક્ષસ ભૂત-પ્રેત પિશાચ સર્વ શાકિની નિગ્રહં કુરુ કુરુ સ્વાહા મામ્ રક્ષ રક્ષ
સ્વાહા ા
ૐ હ્રીં શ્રીં કલીં ક્ષીં માણિભદ્ર વીરાય હસ્તિ વાહનાય, ક્ષેત્રપાલાય વિંશતી સહસ્ત્ર દેવ સહિતાય સર્વ જીવ
હિતાય જલં દીપં અક્ષતં ફલં નૈવેદ્યં યજામહે સ્વાહા.
વિધિઃઆમંત્ર ની સાધના રવિ, મંગળ કે ગુરુ એ સુદ પક્ષ માં ૧લો રવિ કે મંગળ તેમ જ સુદપક્ષ ની પ-૮-૧૪
તિથિ હોય.  ત્યારે પ્રારંભ કરી એમ ર૧ રવિ, મંગળ કે ગુરુ કરવા તે દિવસે ર૧ માળા ગણવી અને વચ્ચે ના
દિવસો માં ૧-૧માળાગણવી. તે દિવસે દેરાસર માં સ્નાત્ર-પૂજા આંગી વગેરે કરવું કરાવવું.