Saturday, July 16, 2022
તમારી હથેળીનો રંગ અને તમારુ ભવિષ્ય
BREAKING:ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કાંઠે (Gujarat Sea) 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ગુજરાત (Gujarat Rainfall) માટે આગામી 24 કલાક ભારે કહેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કાંઠે (Gujarat Sea) 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બની, તોફાની નદીઓના પાણી લોકોના ઘરમાં પહોંચ્યા અને તારાજી સર્જી, હજું નદીઓના પાણીનો કહેર ઓછો નથી થયો ત્યાંજ હવે દરિયો ગાંડો બન્યો છે. દરિયો ડરાવી રહ્યો છે. સાચવજો, ગુજરાત માટે હજું 24 કલાક ભારે છે.
ગુજરાત પણ જાણે કુદરત કોપાઈમાન થયા હોય તેમ, જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતનો દરિયો આગામી ત્રણ દિવસ ભારે તોફાન કરી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. ત્યારે કહી શકાય કે, ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે. એટલે સાચવજો ગુજરાતવાસીઓ, આગામી 24 કલાક અત્યંત ભારે છે.
ગુજરાતમાં આકાશી તાંડવ બાદ દરિયો કરી શકે છે જોરદાર તોફાન, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠ કરંટ તો જોવા મળી જ છે પણ હવે દરિયાનું પાણી આપના ગામમાં પણ ઘુસી શકે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નદીઓ ગાંડીતૂર અને આકાશમાંથી આફત વરસતા જળતાંડવ તો યથાવત છે. ત્યારે આ સંકટ ગુજરાતને ચિંતામાં મુકી રહ્યું છે. જેના પરિણામે હાલ રાજ્યના દરેક બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 3 લગાવી દેવાયું છે. તો બીજી તરફ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
વલસાડના દરિયાએ તો અત્યારથી જ તોફાન કરવાનું શરૂ કરી દીધું છે. વલસાડના દરિયાના પાણી દરિયાકાંઠે વસેલા દાતી ગામમાં ઘુસવાના શરૂ થઈ ગયા છે. જેના કારણે આ ગામના 6 હજાર લોકો પર સંકટ ઘેરાયું છે. તો પોરબંદરના બંદર પણ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં જોરદાર કરંટ જોતા હાલ ત્યાં લોકોને ન જવા તંત્રએ સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભયાનક સ્થિતિ છે. ત્યારે નવસારીના દાંડી બીચ પર દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળ્યો છે. જેના કારણે અહીં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સૂચના મુજબ અહીં પણ તંત્ર દ્વારા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું
અરબ સાગરમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા ઉંચા મોજાં ઉછળવાની શરૂઆત પણ થઈ છે. વલસાડના તિથલના દરિયાકિનારે જોરદાર ઉંચા મોજાં ઉછળ્યાં છે. હવામાન વિભાગે કેટલીગ જગ્યાએ ખૂબ ઉંચા મોજાં ઉછળવાની પણ સંભાવના દર્શાવી છે. આ તરફ નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.
Friday, July 15, 2022
વડોદરામાં સાડીના શો રૂમના માલિકને ૧૧કરોડ ની ખંડણી ઉઘરાવવા ધમકી મળી.
વડોદરામાં આવેલી જાણીતા ઠાકુર સાડી શો રૂમના માલિકને નામચીન ગુનેગાર અનિલ ઉર્ફે એન્થોનીના નામે રૂપિયા ૧૧ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી મળી હતી. એન્થોનીના નામે ધમકી આપનાર વડોદરાના વારસીયા વિસ્તારનો નામચીન રવિ દેવજાની ઝપટમાં આવી ગયો હતો.
વડોદરામાં જુદાજુદા વિસ્તારોમાં પ્રખ્યાત એવી ઠાકુર સાડીના સ્ટોર્સ ધરાવતા મનોજભાઇ ગોવિંદભાઇ સાધનાનીને ૧૧ જુલાઇના રોજ રાત્રે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો કે, તુ મીક્કી છે ને?
શિવ પુરાણ - શિવ મહિમા
શ્રાવણ માસના કોઈ પણ શનિવારે કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય
શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસના કોઈ પણ શનિવારે આ ઉપાય અને હનુમંત આરાધના કરવામાં આવે તો જરૂરથી ફાયદો થાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુખોને મટાડીને વિશિષ્ટ ફળ આપે છે.
તો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો પોતાનુ ભાગ્ય :
મેષ રાશિ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર બુંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃષ રાશિ - રામચરિતમાનસના સુંદર-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટ ચઢાવીને વાંદરાઓને ખવડાવો.
મિથુન રાશિ - રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો.
કર્ક રાશિ - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો.
સિંહ રાશિ - રામચરિતમાનસના બાલ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો
કન્યા રાશિ - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીવા પ્રગટાવો.
તુલા રાશિ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃશ્ચિક રાશિ - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો
ધનુ રાશિ - રામચરિતમાનસના અયોધ્યા કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં આરોગો.
મકર રાશિ - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસુર ચઢાવીને માછલીઓને ખવડાવો.
કુંભ રાશિ - રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરે અને હનુમાનજી પર મીઠી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવે
મીન રાશિ - હનુમંત બાહકનો પાઠ કરે અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજા કે પતાકા ચઢાવે.
.jpeg)


