Saturday, July 25, 2015

બારણા પર સિદૂર લગાડવાના ફાયદા

 
તમે જોયું હશે કે ઘણા લોકો પ્પોતાના બારણા પર સરસવના તેલ અને સિંદૂર ના તિલક લગાવી રાખે છે. ખાસ કરીને દીવાળીના દિવસે તો જરૂર જ તેલ અને સિંદોર લગાવે છે . શું તમે જાણો છો એના પાછળના કારણ શું છે. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશ નહી થાય છે . આ ઘરમાં રહેલી વાસ્તુદોષને પણ દૂર કરવામાં કાગર માન્યું છે. 
 
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ બારણા પર સિંદૂર લગાડવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે. જ્યારે સરસવના તેલ શનિના પ્રતિનિધિ ગણાય છે જે ખરાબ નજરથી રક્ષા કરે છે. 
 
જ્યારે વિશેષજ્ઞ બારણા પર તેલ લગાડવાથી બારણા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

Saturday, July 18, 2015

ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.


ગાયત્રી એક એવી દૈવી શક્તિ છે જેની સાથે સંબંધ સ્થાપીને મનુષ્ય પોતાના જીવન વિકાસમાં ખૂબ મદદ મેળવી શકે છે. પરમાત્માની અનેક શક્તિઓ છે. બધી શક્તિઓનાં કાર્યો અને ગુણો જુદા જુદા છે, તમામ શક્તિઓમાં ગાયત્રીનું સ્થાન ખૂબ ઊંચું છે. ગાયત્રી શક્તિ મનુષ્યમાં સદ્બુદ્ધિ પ્રેરે છે. ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.
બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરતાં પહેલાં ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી. ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરો એવું બીજ છે જે પ્રસ્ફુરિત થઈને વેદોના મહા વિસ્તારના રૃપમાં પ્રગટ થયું છે.
ગાયત્રી મંત્ર સર્વોપરી મંત્ર છે. એનાથી કોઈ મોટો મંત્ર નથી. જે કામ દુનિયાના બીજા કોઈ મંત્રથી થતું નથી તે નિશ્ચિત રૃપે ગાયત્રી મંત્રથી થઈ શકે છે. ગાયત્રી પ્રચંડ શક્તિ છે, તે જે કોઈ કામમાં વપરાય ત્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્રના અર્થ પર મનન અને ચિંતન કરવાથી અંતઃકરણમાં એવાં તત્ત્વોની વૃદ્ધિ થાય છે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. ભાવો બહુ શક્તિદાયક, ઉત્સાહપ્રદ, સતગુણી અને આત્મબળ વધારનારા છે.
વેદમાતા ગાયત્રીના મહિનાનું વર્ણન વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે બધા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિ કરતા કહેવામાં આવ્યું છેઃ
સ્તુતા નયા વરદા વેદમાતા પ્રચોદયન્તા પાવમાની દ્વિજાનામ
આયુઃ પ્રાણં પ્રજાં પશું ર્કીિત દ્રવિણં બ્રહ્મ વર્ચસમ્ ાા અથર્વવેદ - ૧૯-૧૭-૧૦
(મારા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી, દ્વિજોને પવિત્ર કરનાર વેદમાતા તેમને આયુષ્ય, પ્રાણશક્તિ, પશુ, ર્કીિત, ધન તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરે છે)
ગાયત્રી શક્તિના મોટા લાભોના મૂળમાં એવા કયા કારણો હશે જેથી આપણને આટલી બધી નવાઈ લાગે છે. બાબતનું સંપૂર્ણ જ્ઞાાન પ્રાપ્ત કરવું તો મનુષ્ય માટે ઘણું મુશ્કેલ છે પરંતુ ગાયત્રીની પાછળ અનેક મનસ્વી સાધકોનું ઝગમગતું સાધનાબળ કામ કરી રહ્યું છે. સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માથી માંડીને આધુનિક સમય સુધી સર્વ ઋષિ-મુનિઓએ, સાધુ-મહાત્માઓએ તેમજ શ્રેય માર્ગના પથિકોએ ગાયત્રી મંત્રનો આશ્રય લીધો છે. બધા ઋષિ-મુનિઓએ જેટલા સાધના,જપ,અનુષ્ઠાન વગેરે ગાયત્રી મંત્રના કર્યા છે તેટલા અન્ય કોઈ મંત્રાદિના કર્યા નથી. તેમણે પોતાની અત્યંત ઉચ્ચ ભાવનાઓને અધિકાધિક એકાગ્રતા અને તન્મયતાપૂર્વક ગાયત્રી મંત્રમાં લગાડી છે.
શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રનો મહિમા વર્ણવતા પ્રમાણ આપવામાં આવેલ છે. ગંગા, ગીતા, ગાય અને ગાયત્રી આર્યધર્મના આધારસ્તંભ છે. ભારતીય ધર્મનો દરેક અનુયાયી ચારેયને માતા જેટલું માન આપે છે. આર્યધર્મના બધા અનુયાયીઓ એક માતાના સંતાન હોય તે રીતે પરસ્પર એકતાનો અનુભવ કરે છે.
ગાયત્રીને આધ્યાત્મિક ત્રિવેણી કહેવામાં આવે છે. ગંગા અને યમુનાના સંગમથી એક અદૃશ્ય, સૂક્ષ્મ અને અલૌકિક દિવ્ય નદીનો આવિર્ભાવ થાય છે. જેને આપણે સરસ્વતી કહીએ છીએ. ગંગા, યમુના અને સરસ્વી ત્રણેય નદીઓના પવિત્ર સંગમને આપણે ત્રિવેણી કહીએ છીએ. ત્રિવેણી હોવાને કારણે પ્રયાગને તીર્થરાજ કહે છે. સર્વ તીર્થોનો રાજા ગણાય છે. રીતે આધ્યાત્મિક જગતની ત્રિવેણી તે ગાયત્રી છે. ત્રયી શક્તિમાં અનેક ત્રિકમો ગૂંથાયેલ છે. () સત્, ચિત્ત, આનંદ () સત્ય, શિવ, સુંદર () સત, રજ, તમ્ () ઈશ્વર, જીવ, પ્રકૃતિ () ત્રડક, યજુ, સામ () બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય () ગુણ, કર્મ, સ્વભાવ () શૈશવ, યૌવન, વૃદ્ધાવસ્થા () બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (૧૦) ઉત્પત્તિ, વૃદ્ધિ, લય (૧૧) ઠંડી,ગરમી, વર્ષા (૧૨) ધર્મ, અર્થ, કામ (૧૩) આકાશ, પાતાળ, પૃથ્વી (૧૪) દેવ, મનુષ્ય, અસુર વગેરે અસંખ્ય ત્રિકમો ગાયત્રી છંદના ગર્ભમાં સંપુટિત કરેલા છે. ભૌતિક જગતની ત્રિવેણીમાં સ્નાન કર્યાથી મળતા પુણ્યની જેમ આધ્યાત્મિક પુણ્યલાભ મળે છે. ત્રણ અક્ષરોમાં અનેક પ્રકારોની ત્રણ - ત્રણ સમસ્યાઓ મનુષ્ય સમક્ષ મૂકવામાં આવી છે. તેમાં યોગ્ય રીતે ઊંડા ઉતરીને જીવનમુક્તિનું શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે.  ગાયત્રીના ત્રિવેણી પ્રવાહમાં ડૂબકી મારીને સ્નાન કરવાથી ભય દૂર થઈ જાય છે. શાંતિદાયક શીતળતા મળે છે. ગાયત્રીમાં છુપાયેલી સમસ્યાઓનું ચિંતન, મનન અને અવગાહન કરવાથી એવા તત્ત્વદર્શનની પ્રાપ્તિ થાય છે જે મનુષ્યને સદ્માર્ગે વાળે છે અને શાશ્વત સુખના દ્વાર સુધી પહોંચાડવામાં મદદરૃપ થાય છે.
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દુૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.
રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂિત, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.
ગાયત્રી મંત્રનું અર્થચિંતન
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ઓમ     :           બ્રહ્મ
ભૂઃ        :           પ્રાણસ્વરૃપ
ભુવઃ      :           દુઃખનાશક
સ્વઃ       :           સુખસ્વરૃપ
તત્        :          
સવિતુઃ   :           તેજસ્વી, પ્રકાશવાન
વરેણ્યઃ   :           શ્રેષ્ઠ
ભર્ગો      :           પાપનાશક
દેવસ્ય    :           દિવ્યતાને આપનાર
ધીમહી   :           ધારણ કરીએ છીએ
ધિયો      :           બુદ્ધિ
યો         :           જે
નઃ         :           અમારી
પ્રચોદયત્િ         :           પ્રેરિત કરો

Monday, July 13, 2015

ગુરૂવારે કરશો આ 5 ઉપાય તો દૂર થઈ શકે છે ગુરૂના દોષ


 
જો કુંડળીમાં ગુરૂ ગ્રહ (બૃહસ્પતિ) સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે વિશેષ પૂજન કરવામાં આવે છે. 
બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યનો કારક ગ્રહ છે. અહી જાણો બૃહસ્પતિ ગ્રહની પૂજાના 5 ઉપાય. જેમાથી આ ગ્રહના દોષોને દૂર કરી શકાય છે.. 
 
1. ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત રાખો. જેમા પીળા વસ્ત્ર પહેરો અને મીઠા વગરનું ભોજન કરો. ભોજનમાં પીળા રંગના ખાદ્ય પદાર્થ જેવા કે બેસનના લાડુ, પાકી કેરી, કેળા વગેરેનો સમાવેશ કરી શકાય છે.. 
2. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટોને પીળા વસ્ત્ર પર વિરાજીત કરો. ત્યારબાદ પંચોપચારથી પૂજા કરો. પૂજામાં કેસરિયા, ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીલા પકવાન કે ફળ અર્પણ કરો. આરતી કરો. 
3. ગુરૂ મંત્રનો જાપ કરો - મંત્ર ૐ બૃં બૃહસ્પતે નમ: મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
4. ગુરૂ સાથે જોડાયેલ પીળી વસ્તુઓનુ દાન કરો. પીળી વસ્તુ જેવી કે સોનુ, હળદર, ચણાની દાળ, કેરી વગેરે. 
5. શિવજીને બેસનના લાડુનો ભોગ લગાવો. 
 
આ ઉપાયોથી ધન, સંપત્તિ, વિવાહ અને ભાગ્ય સંબંધી અવરોધો દૂર થઈ શકે છે.

Friday, July 10, 2015

શુક્રવારે કરો જ્યોતિષના આ નાના નાના ઉપાયો


 
કુંડળીમાં  શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને પૂર્ણ સુખ સુવિદ્યાઓ પ્રાપ્ત થતી નથી. સાથે જ વૈવાહિક જીવનમાં પણ
rashi puja
મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રના દોષો દૂર કરવા માટે શુક્રવારે વિશેષ ઉપાય કરી શકાય છે. શાસ્ત્રો મુજબ શુક્રવારે દેવી લક્ષ્મીના ઉપાયો પણ કરી શકાય છે. અહી જાણો નાના-નાના 5 ઉપાય 
 
1. દરે શુક્રવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરો. સાથે જ ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. 
2. કોઈ ગરીબ વ્યક્તિને કે કોઈ મંદિરમાં દૂધનું દાન કરો. 
3. શુક્રવારે કોઈ વિવાહિત સ્ત્રીને સુહાગના સામાનનુ દાન કરો. સુહાગનો સામાન જેવી કે બંગડીઓ, કંકુ, લાલ સાડી. આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
4. શુક્રથી શુભ ફળ મેળવા માટે શુક્રવારે શુક્ર મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
શુક્ર મંત્ર - द्रां द्रीं द्रौं स: शुक्राय नम:. 
5. શુક્ર ગ્રહ માટે આ વસ્તુઓનુ દાન પણ કરી શકાય છે. હીરા, ચાંદી, ચોખા, સાકર, સફેદ વસ્ત્ર, દહીં, સફેદ ચંદન વગેરે.  આ વસ્તુઓના દાનથી શુક્રના દોષ ઓછા થઈ શકે છે.

Tuesday, June 30, 2015

તમારી શ્રીમંત બનવાની ઈચ્છાને પૂર્ણ કરશે આ પૂજન


 
                                                                                                                                                    વ્યવસાયિક ક્ષેત્રોમાં દિવસે બેગુણી અને રાત્રે ચારગણી સફળતા મેળવવામાં દેવી લક્ષ્મીની પૂજા વિશેષ લાભકારી છે. જે લોકો શ્રીમંત બનવા માંગે છે તેઓ આ રીતે પૂજન કરે. 

 
પ્રદોષકાળના સમયે સ્નાન કરી ઘરની પશ્ચિમ દિશામાં એક ચૌકી પર લાલ કપડું પાથરીને તેના પર કેસર મેળવેલ ચંદનથી અષ્ટદળ બનાવીને તેના પર ચોખા મુકી જળ કળશ મુકે(પાણી ભરેલ લોટો).  કળશની પાસે હળદરથી કમળ બનાવીને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્ર પણ મુકો. કમળના ફૂલથી પૂજન કરો. આ ઉપરાંત સોના-ચાંદીના સિક્કા મીઠાઈ, ફળ પણ મુકો. ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ રૂપોની આ મંત્રો સાથે કંકુ, અક્ષત અએન ફૂલ ચઢાવતા પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને ઘી ના દિવાથી પૂજા કરી નૈવૈદ્ય કે ભોગ ચઢાવો. મહાલક્ષ્મીજીની આરતી કરો. 
 
 
यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः।
 
सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे॥
 
 
મંત્રનો અર્થ - હે મહાદેવી લક્ષ્મી જે ભક્ત તમારા નયન કટાક્ષોની વિધિપૂર્વક પૂજા કરે છે તેને ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના હ્રદયમાં નિવાસ કરનારી હે લક્ષ્મી હુ મારા શબ્દો અને કર્મો સહિત તમને દંડવત પ્રણામ કરુ છુ. 
 
કનકધારા સ્તોત્રનો આ મંત્ર પરમપૂજ્ય શંકરાચાર્યની કૃતિ છે.

Saturday, June 27, 2015

તંત્ર-મંત્ર : ઘરને ખરાબ નજરથી બચાવતો મંત્ર


ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો.

ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓન સમાત્પ કરવાની શક્તિ હોય છે.

જો તમને શંકા હોય કે કોઈએ તમારા પર કોઈ ટોટકો કર્યો છે તો પણ ગૌ મૂત્ર સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. તમારા શરીર પર ગૌ મૂત્ર છાંટો.


રોજ થોડુ થોડુ ગૌ મૂત્ર પીવાથી પણ ફાયદો થાય છે.

માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારના ટોટકાઓ અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે.

તમારા ઘરને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે આ મંત્ર

ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં ભગવાનના મંદિરમાં મુકો. આ મંત્રની સાથે ક નારિયળ અને સોપારી મુકો.

।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।

Friday, June 26, 2015

ઘરમા ન રાખવી જોઈએ આ 7 તૂટેલી વસ્તુઓ.. તેનાથી દરિદ્રતા આવે છે


vastu

ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે.  પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે.   7 વસ્તુઓ એવી બતાવાર રહી છે જે ટૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન મુકવા જોઈએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય છે તો તેમની નકારાત્મક અસર પરિવારના બધા સભ્યો પર થાય છે.   જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ નથી બની શકતી. આ કારણે ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. અહી જાણો આ 7 વાતો કંઈ કંઈ વસ્તુઓ છે. 
 
1. વાસણ - અનેક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખે છે જે અશુભ પ્રભાવ આપે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. જો આવા વાસણો ઘરમાં મુકવામાં આવે છે તો તેનાથી મહાલક્ષ્મી અપ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ આપણા ઘરમાં હોઈ શકે છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણો ઘરમાં સ્થાન પણ ઘેરે છે. તેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નકારાત્મક ફળ મળવા લાગે છે. 
 
અરીસો - તૂટેલો અરીસો મુકવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 
 
પલંગ - વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
 
ઘડિયાળ - ખરાબ ઘડિયાળ ઘરમાં ન મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય નહી  હોય તો પરિવારના સભ્ય કાર્ય પુર્ણ કરવામાં અવરોધોનો સામનો કરશે અને કામ નક્કી સમયમાં પુર્ણ નહી થઈ શકે. 
 
તસ્વીર - જો ઘરમં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.  
 
દરવાજો - જો ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ. દરવાજામાં ટૂટ-ફૂટ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
 
ફર્નીચર - ઘરનુ ફર્નીચર પણ એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરની ટૂટ-ફૂટની પણ ખરાબ અસર આપણા જીવન પર થાય છે. 
 
વાસ્તુ દોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પૈસાની કમી કાયમ રહે છે. તેથી આ દોષોનું નિવારણ તરત જ કરી લેવુ જોઈએ.